• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આશિકી 2 બનાવવા બદલ આભાર વ્યક્ત કરતાં શક્તિ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 17 એપ્રિલ : બૉલીવુડના જાણીતાં વિલન શક્તિ કપૂરે આશિકી 2 ફિલ્મના નિર્માતા મહેશ ભટ્ટ તથા દિગ્દર્શક મોહિત સુરી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે કે જેમણે તેમના પુત્રી શ્રદ્ધાને આ ફિલ્મમાં કાસ્ટ કરી છે. આશિકી 2 ફિલ્મ 1990માં આવેલી આશિકીની સિક્વલ છે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સાથે આદિત્ય રૉય કપૂર છે.

શ્રદ્ધા કપૂરે અગાઉ બે ફિલ્મો કરી છે, પરંતુ તેમના કામની ખાસ નોંધ લેવાઈ નથી. જોકે આશિકી 2 અંગે કહે છે કે આ ફિલ્મ શ્રદ્ધાના કૅરિયર માટે બહેતરીન સાબિત થશે. આશિકીમાં અનુ અગ્રવાલ તથા રાહુલ રૉય હતા, તો આશિકી 2માં અનુના સ્થાને શ્રદ્ધા કપૂર અને રાહુલના સ્થાને આદિત્ય રૉય કપૂર છે.

54 વર્ષીય શક્તિ કપૂરે એક ઇન્ટર્વ્યૂ દરમિયાન જણાવ્યું - મહેશ ભટ્ટનો ખૂબ-ખૂબ આભાર. મોહિત સુરીનો પણ ખૂબ આભાર કે મારી પુત્રી શ્રદ્ધા કપૂરને આશિકી 2 માટે કાસ્ટ કરી. આશિકી 2 એક ખૂબ જ બહેતરીન ફિલ્મ સાબિત થવાની છે. મારા શબ્દો આપ નોંધી લ્યો. આ સાથે જ તેમણે ફિલ્મના સંગીત દિગ્દર્શક જીત ગાંગુલી, મિથુન તેમજ અંકિત તિવારીના પણ વખાણ કરતાં જણાવ્યું - ફિલ્મનું સંગીત રૉકિંગ છે. ભારતના લગભગ 60 ટકા લોકો ફિલ્મના ગીતો પોતાની રિંગ ટોનમાં સેટ કરી ચુક્યાં છે. મારી પાસે અમેરિકા, લંડન તથા રશિયાથી ફોન આવી રહ્યાં છે કે આશિકી 2 એક ખૂબ જ બહેતરીન ફિલ્મ હશે.

બીજી બાજુ શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાર્થ કપૂર પણ સંજય ગુપ્તાની શૂટઆઉટ એટ વડાલા ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયરની શરુઆત કરવા જઈ રહ્યાં છે. આ અંગે શક્તિ કપૂરે જણાવ્યું - મારા સંતાનો ખૂબ મહેનત કરી રહ્યાં છે. મેં ક્યારેય કોઈ નિર્માતાને ફોન કરીને કહ્યું નથી કે તેઓ મારા બાળકોને કાસ્ટ કરે. મારા બાળકોએ પોતે જ પોતાના ઑડિશન આપ્યાં અને અહીં સુધી પહોંચ્યાં છે.

English summary
Shakti Kapoor has thanked filmmaker Mahesh Bhatt and director Mohit Suri for casting his daughter Shraddha in the sequel of the 1990 film Aashiqui.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X