For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોરી તેરે પ્યાર મેંની વધુ એક ગોરી શ્રદ્ધા કપૂર

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 11 નવેમ્બર : બહુ ઓછા લોકો જાણતા હશે કે ગોરી તેરે પ્યાર મેં ફિલ્મમાં એક નાનકડો, પણ મહત્વનો રોલ આશિકી 2 ફૅમ શ્રદ્ધા કપૂરનો પણ છે. આ અંગે ફિલ્મની રિલીઝના થોડાક જ દિવસ અગાઉ ફિલ્મ દિગ્દર્શક પુનીત મલ્હોત્રાએ કર્યો છે. શ્રદ્ધા કપૂર ફિલ્મમાં એક દક્ષિણ ભારતીય યુવતીનો રોલ કરી રહ્યાં છે. તેમના ફિલ્મી રૂપની તસવીર પુનીતે માઇક્રોબ્લૉગિંગ વેબસાઇટ ટ્વિટર ઉપર પોસ્ટ કરી છે.

gtpm-shraddha-imran
ટ્વિટર પર તસવીર પોસ્ટ કરતાં પુનીત મલ્હોત્રાએ લખ્યું - વસુધા હાજર છે... બહુ સુંદર શ્રદ્ધા કપૂર. ફોટોમાં શ્રદ્ધા કપૂર ખૂબ સુંદર લાગે છે. તેમણે લાલ તથા ગોલ્ડન કિનારી વાળી પરમ્પરાગત દક્ષિણ ભારતીય સાડી પહેરેલી છે. તેમના પાત્રનું નામ વસુધા છે. તેમનો આ રૂપ એક બિંદી, પરમ્પરાગત હાર, કુંડલ, માંગટીકા તેમજ વાળમાં લાગેલા ગજરાથી પૂર્ણ થઈ ગયો છે. ફોટોમાં તે દૃશ્ય દર્શાવાયાં છે કે જ્યાં તેઓ ફિલ્મના નાયક ઇમરાન ખાન સાથે સગપણ કરે છે.

ઇમરાન ખાન ગોરી તેરે પ્યાર મેં ફિલ્મમાં શ્રીરામ નામના યુવાનનો રોલ કરી રહ્યાં છે. રોમાંસ તેમજ હાસ્યથી પરિપૂર્ણ ઘિલ્મ ગોરી તેરે પ્યાર મેંમાં અભિનેત્રી કરીના કપૂર મુખ્ય નાયિકા છે. નોંધનીય છે કે કરીના કપૂર પોતાની આવનાર ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. કરણ જૌહરના પ્રોડક્શન હેઠળ નિર્મિત ગોરી તેરે પ્યાર મેં ફિલ્મનું શૂટિંગ કચ્છ ખાતે થયું છે. ફિલ્મ એક રોમાંટિક કૉમેડી છે. ફિલ્મ 22મી નવેમ્બરે રિલીઝ થવાની છે.

English summary
Shraddha Kapoor is playing south indian girl role in Gori Tere Pyaar Mein. She is looking very beautiful in this look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X