
માલદીવના બીચ પર શ્રદ્ધા કપૂરે કરાવ્યુ હૉટ ફોટોશૂટ, સોશિયલ મીડિયા પર વાયરલ
મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર હાલમાં ખૂબ છવાયેલી છે. શ્રદ્ધા કપૂરે હાલમાં જ પોતાનો બિકિની ફોટો શેર કર્યો છે જે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. સ્વિમિંગ સૂટ પહેરીને અભિનેત્રીએ સ્માઈલ સાથે આ ફોટો શેર કર્યો છે. થોડા સમયમાં આ પોસ્ટ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો. આ ફોટામાં શ્રદ્ધા કપૂર સમુદ્રની લહેરોનો આનંદ લેતી દેખાઈ રહી છે.

માલદીવ બીચના ગ્લેમેરસ અને સુંદર ફોટા શ્રદ્ધા કપૂરે કર્યા શેર
તમને જણાવી દઈએ કે શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. ઘણી વાર તે પોતાના વીડિયો અને ફોટો શેર કરતી રહે છે. તેણે પોતાનો આ ફોટો ગુરુવારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં શ્રદ્ધા કપૂર વેકેશન મૂડમાં જોવા મળી રહી છે. હાલમાં ફૂલ ઑન વેકેશનના મૂડમાં છે. શ્રદ્ધા કપૂર પોતાના પિતા શક્તિ કપૂર અને મા શિવાંગી કોલ્હાપુરે સાથે માલદીવમાં તડકા અને રેતીનો આનંદ લઈને રજાઓ માણી રહી છે. આ ફોટામાં શ્રદ્ધા કપૂર માલદીવ બીચ પર ખૂબ જ ગ્લેમરસ અને સુંદર લાગી રહી છે. આ ફોટાને હજારો લાઈક્સ અને કમેન્ટ્સ મળી રહી છે.

શ્રદ્ધા કપૂરે આ પહેલા શેર કર્યો હતો આ ફોટો
આ મહિનાની શરૂઆતમાં શ્રદ્ધા કપૂરે માલદીવમાં પોતાના જન્મદિવસ મનાવ્યો અને સેલિબ્રેશનના ફોટા ઈન્ટરનેટ પર શેર કર્યા. જેમાં તે પોતાના પ્રેમી રોહન શ્રેષ્ઠી સાથે જોવા મળી હતી. એવી અફવાઓ હતી કે બંને જલ્દી લગ્નના બંધનમાં બંધાઈ જશે. રોહનના પિતા રાકેશ શ્રેષ્ઠીએ મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં આ વિશે વાત કરી અને કહ્યુ કે લવ બર્ડ્ઝ જો લગ્નના બંધનમાં બંધાવા માંગતા હોય તો તેમના તરફથી કોઈ વાંધો નથી. રોહનના પિતા રાકેશે જણાવ્યુ, 'મને જણાવવામાં આવ્યુ હતુ,તે પોતાના કૉલેજના દિવસોથી દોસ્ત હતો. આ ઉપરાંત જૂહુમાં તેમના ઘણા કૉમન ફ્રેન્ડ્ઝ છે. તે બંને પોતાના પ્રોફેશનલમાં સારુ કરી રહ્યા છે માટે તે કોઈ પણ નિર્ણય જે તેઓ એકસાથે લેશે તે પણ એક સમજદાર અને પરફેક્ટ હશે.'

શ્રદ્ધા કપૂર આ ફિલ્મોમાં જોવા મળશે
તમને જણાવી દઈએ કે શ્રદ્ધા કપૂર નિખિલ દ્વિવેદી નિર્મિત નાગિનમાં જોવા મળશે. તે રણવીર કપૂર સાથે લવ રંજનની અનટાઈલ્ડ ફિલ્મમાં પણ અભિનેય કરશે. ફિલ્મ હોળી 2022માં રિલીઝ થઈ શકે છે. અભિનેત્રીને છેલ્લી વાર ટાઈગર શ્રોફ સાથે બાઘી 3માં જોવા મળી હતી. કોરોના મહામારીના કારણે તેની હાલમાં કોઈ ફિલ્મ આવી નથી.
માલદીવમાં રજા માણી રહી છે ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા, બિકિનીમાં શૉવર લેતા શેર કર્યા હૉટ ફોટા