• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અંતે શ્રુતિએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી!

|

મુંબઈ, 23 નવેમ્બર : અંતે બે દિવસ બાદ જ સહી, પણ અભિનેત્રી શ્રુતિ હસને તે અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ સ્ટેશને એફઆઈઆર નોંધાવી દીધી છે કે જેણે તેમનો પીછો કરતા તેમના ઘરમાં જબર્દશ્તી ઘુસવાની કોશિશ કરી હતી. હાલ કેસ નોંધી લેવાયો છે, પણ પોલીસ અત્યાર સુધી તે અજ્ઞાત શખ્સને ઝડપી પાડવામાં નિષ્ફળ રહી છે.

નોંધનીય છે કે 19મી નવેમ્બરની રાત્રે અશોક નામનો શખ્સ શ્રુતિના ઍપાર્ટમેંટમાં ઘુસી આવ્યો અને તેણે કહ્યું કે તે શ્રુતિનો સામાન લઈને આવ્યો છે. શ્રુતિએ પૂછ્યું કે આપ કોણ છો, તો તે શખ્સે જણાવ્યું કે આપ મને ઓળખો છો, પણ શ્રુતિ તેને ઓળખતા જ નહોતા. પછી આ શખ્સે પરાણે શ્રુતિના ઘરમાં ઘુસવાની કોશિશ કરી. જોકે પછી તે શખ્સ જતો રહ્યો.

આ બનાવ બાદ શ્રુતિના પાપા કમલ હસન બહુ હેરાન થઈ ગયાં. તેમણે પોતાની પુત્રીને સાવધ રહેવાની સલાહ આપી હતી. કમલ હસને જણાવ્યુ હતું - મેં શ્રુતિ સાથે વાત કરી છે. તે ઠીક છે. તે મુંબઈમાં છે. આપણે વધુ સાવધ રહેવાની જરૂર છે અને હું તેને વધુ સાવધ રહેવા માટે કહ્યું છે.

English summary
Bollywood actress Shruti Hassan has registered a molestation and house tresspassing complaint against an unidentified stalker who allegedly tried to barge into her suburban Bandra West residence on Tuesday morning.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more