For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટોરંટોમાં પણ છવાશે શુદ્ધ દેસી ‘પરિસુશ’ રોમાંસ!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 26 જુલાઈ : પરિણીતી ચોપરા અને સુશાંત સિંહ રાજપૂતનો શુદ્ધ દેસી રોમાંસ ટોરંટોમાં પણ છવાવાની તૈયારીમાં છે. પરિસુશની આ ફિલ્મને ટોરંટો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ (ટીઆઈએફએફ) 2013માં આમંત્રણ મળ્યું છે. ટોરંટોમાં શુદ્ધ દેસી રોમાંસ ફિલ્મનું પ્રીમિયર યોજાશે.

sushant-singh-rajput-parineeti

આગામી 11મી સપ્ટેબરના રોજ થનાર પ્રીમિયર દરમિયાન ફિલ્મના દિગ્દર્શક મનીષ શર્મા, લેખક જયદીપ સાહની સાથે ફિલ્મના કલાકારો સુશાંત સિંહ રાજપૂત તથા પરિણીતી ચોપરા તેમજ નવોદિત અભિનેત્રી વાણી કપૂર પણ હાજર રહેશે. આ મહોત્સવ રોટંટોના રૉય થૉમ્સન હૉલ ખાતે યોજાનાર છે.

યશ રાજ ફિલ્મ્સ એટલે કે વાયએરએફના અધિકારીઓ આ આમંત્રણ મળતાં ખુશ છે. વાયઆરએફના આંતરરાષ્ટ્રીય કાર્ય ઉપપ્રમુખ અવતાર પનેસરે જણાવ્યું - અમે જાણીએ છીએ કે શુદ્ધ દેસી રોમાંસ ફિલ્મ ટોરંટો માટે એકદમ યોગ્ય છે, કારણ કે આ એક એવી ફિલ્મ છે કે જેના મૂળિયા ભારતમાં છે અને પાત્રો પોતાના વિચારોમાં ખૂબ જ સમકાલિક છે કે જેઓ શંકા ઉત્પન્ન નથી કરતાં, પણ દર્શકોને મુખ્ય ધારા સાથે જોડે છે. શુદ્ધ દેસી રોમાંસ પ્રેમ, આકર્ષણ તેમજ પ્રતિબદ્ધતાની વાર્તા કહે છે.

નોંધનીય છે કે પરિણીતી ચોપરા તેમજ સુશાંત સિંહ રાજપૂત વચ્ચે શુદ્ધ દેસી રોમાંસ જોવા લોકો આતુર છે, તો નવોદિત અભિનેત્રી વાણી કપૂર પણ લોકોની આતુરતાનો કેન્દ્ર બન્યાં છે.

English summary
Parineeti Chopra and Sushant Singh Rajput's "Shuddh Desi Romance" is heading to 'videshi' shores for a Gala Red Carpet Premiere at the esteemed Toronto International Film Festival (TIFF) 2013.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X