શ્વેતા તિવારીનુ વિવાદિત નિવેદન, બ્રા સાથે ભગવાનને જોડીને ફસાઈ અભિનેત્રી! FIR નોંધાઈ
મુંબઈઃ શ્વેતા તિવારી ફેશન સાથે જોડાયેલી એક વેબસીરિઝને લઈને પ્રોડક્શન ટીમ સાથે ભોપાલ ગઈ હતી અને આ દરમિયાન ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન જાણીતી ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીનુ વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યુ છે. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યુ કે મારી બ્રાની સાઈઝ ભગવાન લઈ રહ્યા છે. આ નિવેદનને લઈને શ્વેતા તિવારીની મુશ્કેલીઓ વધી શકે છે. શ્વેતા તિવારી સામે ભોપાલમાં લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ કેસ ભારતીય દંડ સંહિતાની કલમ 295(એ) હેઠળ ભોપાલમાં શ્યામા હિલ્સ પોલિસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.

નિવેદન બન્યુ વિવાદનો વિષય
આ વેબસીરિઝનુ શૂટિંગ ભોપાલમાં થવાનુ છે. આ દરમિયાન ચર્ચામાં મજાક-મજાકમાં શ્વેતા તિવારીના મોઢામાથી નીકળી ગયુ કે મારી બ્રાની સાઈઝ તો ભગવાન લઈ રહ્યા છે. જો કે, એ વખતે હાજર લોકોએ આને મજાકમાં લઈ લીધુ પરંતુ હવે આ નિવેદન વિવાદનો વિષય બની શકે છે. જો કે આવુ પહેલી વાર નથી જ્યારે બૉલિવુડ કે જાણીતા અભિનેતા-અભિનેત્રી દ્વારા હિંદુ માન્યતાઓ અને ભગવાન ઉપર કમેન્ટ કરવામાં આવી હોય.

હિંદુ માન્યતાઓ અને સંસ્કૃતિની મજાક ઉડાવવામાં આવી ચૂકી છે
આ પહેલા પણ ઘણી વાર હિંદુ માન્યતાઓ અને સંસ્કૃતિની મજાક ઉડાવવામાં આવી ચૂકી છે. શ્વેતા તિવારીના વિવાદિત નિવેદન બાદ એક તરફ જ્યાં ઈન્ટરનેટ પર એક વાર ફરીથી વિવાદ શરુ થઈ ગય છે. ત્યાં સોશિયલ મીડિયા પર લોકોના અલગ-અલગ પ્રકારના રિએક્શન સામે આવી રહ્યા છે.

તપાસ રિપોર્ટ આપવાના નિર્દેશ અપાયા
ભોપાલ પોલિસ કમિશ્નર મકરંદ દેઉસ્કરને 24 કલાકમાં તથ્યો અને સંદર્ભનો તપાસ રિપોર્ટ આપવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે જેના આધારે નિર્ણય લેવામાં આવશે. હાલમાં શ્વેતા મુશ્કેલીમાં પડી શકે છે. સોશિયલ મીડિયામાં ઘણા પ્રકારના રિએક્શન સામે આવી રહ્યા છે.

ટીવીની ફેમસ અભિનેત્રી
શ્વેતા તિવારી ટીવી જાણીતી અભિનેત્રી છે અને તે ઘણા રિયાલિટી શોનો હિસ્સો પણ રહી ચૂકી છે. હાલમાં તે સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય છે અને ચર્ચામાં રહે છે. તેના ચર્ચામાં રહેવાનુ કારણ તેની દીકરી પણ છે.