For Quick Alerts
For Daily Alerts
પ્રેગ્નેટ છે આ અભિનેત્રી, જલ્દી આવશે નવો મહેમાન....
અત્યારે બધા દિવ્યાંકા ત્રિપાઠીના લગ્નને લઈને ખુશ હશે. પરંતુ એક નવી ખુશ ખબર એ છે કે ટેલિવિઝનની અભિનેત્રી શ્વેતા તિવારી વધુ એક વખત માં બનવા જઈ રહી છે. મળતી જાણકારી મુજબ શ્વેતા તિવારી પ્રેગ્નેટ છે.
શ્વેતા તિવારી નવેમ્બર સુધીમાં બાળકને જન્મ આપી શકે છે. શ્વેતા તિવારીને લોકો કસોટી જિદંગી કી ની પ્રેરણાથી ઓળખાતા આવ્યા છે. આપણે જણાવી દઈએ કે શ્વેતા તિવારીના બીજા લગ્નનું પહેલું સંતાન હશે. આ પહેલા શ્વેતા તિવારી ના લગ્ન રાજા ચૌધરી સાથે થયા હતા જેનેથી તેમને 15 વર્ષની એક છોકરી છે, જેનું નામ પલક છે.
શ્વેતા તિવારીએ રાજા ચૌધરી સાથે તલાક લીધા પછી અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા. આપણે જણાવી દઈએ કે શ્વેતા અને રાજા વચ્ચે ખૂબ જ લાંબો વિવાદ ચાલ્યો હતો. રાજા ચૌધરીના વર્તનથી પરેશાન થઈને આખરે તેને તલાક લીધો. લગભગ 3 વર્ષના લાંબા સંબંધ બાદ શ્વેતા અને અભિનવે લગ્ન કરી લીધા.