શ્વેતા તિવારીની દીકરી પલક બોલ્ડનેસમાં નથી કોઈથી કમ, હૉટ અને ગ્લેમરસ ફોટોશૂટ થયુ વાયરલ
મુંબઈઃ અભિનેત્રી શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી ટૂંક સમયમાં બૉલિવુડમાં ડેબ્યુ કરવાની છે. જો કે પોતાના ડેબ્યુ પહેલા જ સોશિયલ મીડિયા પર તે ઘણી લોકપ્રિય થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર ઘણીવાર તે પોતાના ફોટા શેર કરતી રહે છે અને તેને ખૂબ પસંદ પણ કરવામાં આવે છે. પલકે ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટોશૂટના પિક્સ શેર કર્યા છે જેને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

વાયરલ થઈ રહ્યા છે ફોટા
પલક તિવારીએ હાલમાં જ આ ફોટોશૂટ કરાવ્યુ છે જેના ફોટા અને વીડિયો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી શેર કર્યા છે. જે ફોટા શેર કર્યા છે તેમાં તે ઘણી ગ્લેમરસ લુકમાં દેખાઈ રહી છે. તેના ફેન્સ આ ફોટા પર સતત કમેન્ટ કરી રહ્યા છે અને પલકની પ્રશંસા કરી રહ્યા છે.

વીડિયો પણ કર્યો શેર
પલક તિવારીએ એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે ઘણી બોલ્ડ અંદાજમાં ફોટોશૂટ કરાવી રહી છે. પલક આ દરમિયાન બ્લેક ડ્રેસમાં દેખાઈ રહી છે. પલક તિવારીએ આ બોલ્ડ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં લાખો લાઈક અને કમેન્ટ આવી ચૂકી છે. પલક તિવારી, શ્વેતા તિવારી અને તેના પહેલા પતિ રાજા ચૌધરીની દીકરી છે.

વિવેક ઓબેરૉય સાથે ફિલ્મમાં દેખાશે પલક
ટીવીનો લોકપ્રિય ચહેરો શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી ફિલ્મ રોઝી-ધ સેફ્રૉન ચેપ્ટર સાથે ડેબ્યુ કરવા જઈ રહી છે. આ ફિલ્મને વિશાલ મિશ્રાએ નિર્દેશિત કરી છે. પલક તિવારી સાથે વિવેક ઓબેરૉયપણ આ ફિલ્મમાં જોવા મળવાના છે. આ ફિલ્મનુ પ્રોડક્શન વિવેક ઓબેરૉયના ઓબેરૉય મેગા એન્ટરટેઈનમેન્ટ, મંદિરા એન્ટરટેઈનમેન્ટ અને પ્રેરણા વી અરોરા મળીને કરી રહ્યા છે.