
શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીએ પૂલમાં મનાવ્યો બિકિની વીકેન્ડ, શેર કર્યા ફોટા અને વીડિયો
મુંબઈઃ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી હાલમાં ઈન્સ્ટાગ્રામ પર ફેન્સની ફેવરિટ સેલેબ્ઝમાંની એક છે. પલક તિવારીના ફોટા તેના ફેન્સને ખૂબ જ ગમે છે અને પલક પણ પોતાના ફેન્સ માટે રોજ કંઈકને કંઈ નવુ શેર કરતી રહે છે. પલકે પોતાનો વીકેન્ડ એક સારી હોટલમાં આરામ કરીને પસાર કર્યો. જ્યાં તેણે હોટલમાં સ્વાદિષ્ટ ભોજનના ફોટા શેર કર્યા. વળી, પલક લાલ બિકિનીમાં સ્વિમિંગ પૂલમાં આરામ કરતી જોવા મળી જ્યાંથી તેણે ઘણા ફોટા અને વીડિયો શેર કર્યા.

લાલ બિકિનીમાં હૉટ પલક
ફેન્સને પલકના આ ફોટા અને વીડિયો ખૂબ જ ગમી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પલક તિવારીને ઈન્સ્ટાગ્રામ પર 1.6 મિલિયન લોકો ફોલો કરે છે. જ્યારથી તેણે ઈન્સ્ટાગ્રામ પર એન્ટ્રી લીધી છે. ફેન્સ તેની સુંદરતાની પ્રશંસા કરતા થાકી નથી રહ્યા. પલકના ફેન્સ ક્લબ્ઝ પણ ઈન્સ્ટાગ્રામ પર હાજર છે.

2017માં કરિયરની શરુઆત
2017માં પલક તિવારીએ ક્વિકી નામની એક ફિલ્મ સાઈન કરવા સાથે પોતાનુ બૉલિવુડ કરિયરની શરુઆત કરી હતી. આ ફિલ્મમાં પલક સાથે તારે જમીન પર એક્ટર દર્શીલ સફારી હતા પરંતુ પછી આ ફિલ્મ વચમાં જ લટકી પડી અને પલકનુ ડેબ્યુ પણ.

રોઝી સાથે કરશે ડેબ્યુ
પલક તિવારી, વિશાલ મિશ્રાની ફિલ્મ રોઝી સાથે પોતાની ફિલ્મનુ ડેબ્યુ કરવા જઈ રહીછે. ફિલ્મના હીરો છે શિવિન નારંગ. આ ફિલ્મનુ શૂટિંગ 2020માં શરુ થયુ હતુ અને આ ફિલ્મ ગુડગાંવમાં અસલી ઘટના પર આધારિત છે.

બિજલીથી જીત્યુ દિલ
પલક તિવારીએ હાલમાં જ હાર્ડી સંધુના ગીત બિજલીથી પોતાનુ ડેબ્યુ તો કરી જ લીધુ છે. આ ગીતના હુક સ્ટેપ કરતી પલક ઘણી ફેમસ થઈ. તેના આ ગીત પર યુટ્યુબના અલગ-અલગ ચેનલ પર કુલ 400 મિલિયનથી પણ વધુ વ્યૂઝ છે.

ખૂબ જ કર્યુ પ્રમોટ
પલક તિવારીએ પોતાના આ ગીતને ઘણુ પ્રમોટ કર્યુ. આ ગીતને પ્રમોટ કરવા માટે તે બિગ બૉસ 15ના મંચ પર પણ પહોંચી જ્યાં સલમાન ખાને તેનુ સ્વાગત બિગ બૉસ સિઝન 4ની વિજેતા શ્વેતા તિવારીની દીકરી તરીકે કર્યુ.

મા સાથે થાય છે સરખામણી
પલક તિવારીની સરખામણી ઘણીવાર તેની મા શ્વેતા તિવારી સાથે થતી રહે છે. પલકનો જન્મ 2000માં થયો હતો. પરંતુ આજે પણ શ્વેતા તિવારી સાથે હોય તો તેમને મા-દીકરી કહેવા મુશ્કેલ છે. પલકને પોતાના શાનદાર લુક્સ પોતાની મા પાસેથી વારસામાં મળ્યા છે.

સમાચારોમાં હતી પલક
હાલમાં જ પલક તિવારીએ સૈફ અલી ખાનના દીકરા ઈબ્રાહીમ અલી ખાન સાથે ડિનર કરતી જોવા મળી હતી જ્યાંથી નીકળતી વખતે કેમેરામાં જોઈ, પલકે પોતાનુ મોઢુ છૂપાવી દીધુ હતુ. ત્યારબાદ બંનેના ડેટિંગના સમાચારો આવી રહ્યા હતા. પરંતુ માનવામાં આવી રહ્યુ છે કે બંને પ્રોજેક્ટ માટે મળ્યા હતા.