આલિયા સાથે બ્રેકઅપ બાદ આ હિરાઈનને ડેટ કરી રહ્યા છે સિદ્ધાર્થ મલ્હોત્રા
અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યરથી પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી અને આ દરમિયાન તેમનો અફેર આલિયા ભટ્ટ સાથે થઈ ગયો હતો. બંને ઘણા ચર્ચામાં રહ્યા પરંતુ બાદમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયુ છે. હવે સિદ્ધાર્થ મલ્હોત્રાનું નામ સ્ટુડન્ટ ઑફ ધ યર 2ની સ્ટુડન્ટ સાથે જોડાઈ રહ્યુ છે કે જે ફિલ્મમાં ટાઈગર શ્રોફ સાથે જોવા મળવાની છે. અમે વાત કરી રહ્યા છે તારા સુતરિયાની. સમાચારોની માનીએ તો સિદ્ધાર્થ મલ્હોત્રા તારાને ડેટ કરી રહ્યા છે.
પરંતુ આ સમાચારમાં કેટલી સચ્ચાઈ છે આ હજુ સુધી ખબર નથી. તારા અને સિદ્ધાર્થ સાથે ફરવાથી બચી રહ્યા હતા પરંતુ હાલમાં બંનેને એકસાથે સ્પૉટ કરવામાં આવ્યા. હાલમાં જ બંને અમિતાભ બચ્ચની ફિલ્મ બદલા જોવા પહોંચ્યા હતા.
આ ઉપરાંત તારા.. ટાઈગર શ્રોફ સાથે એક ટૉક શોમાં પહોંચ્યા હતા.
આ શોમાં ટાઈગર શ્રોફે ઈશારો કર્યો કે તારા, 'સ્ટુડન્ટ ઑફ ધ યર' થી ડેબ્યુ કરનાર સિદ્ધાર્થ મલ્હોત્રાને ડેટ કરી રહી છે. હોસ્ટે જ્યારે ટાઈગરને રેપિડ ફાયર રાઉન્ડમાં પૂછ્યુ કે તે સિદ્ધાર્થ મલ્હોત્રા પાસેથી શું ચોરવા માંગે છે? તો તેમણે હસીને તારા તરફ જોયુ હતુ. આ દરમિયાન તારા શરમાઈ રહી હતી. જો કે આગળ શું થવાનું છે એ જોવાનું રહ્યુ.