કોરોનાની ચપેટમાં બૉલિવુડ સિંગર કનિકા, સોશિયલ મીડિયા પર જણાવી કહાની
દુનિયાના 150થી પણ વધુ દેશ હાલમાં જાનલેવા કોરોના વાયરસની ચપેટમાં છે. ચીન, ઈટલી અને ઈરાનમાં કોહરામ મચાવ્યા બાદ હવે ભારતમાં પણ કોરોના વાયરસના કેસ સતત સામે આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલય તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર અત્યાર સુધી દેશમા કોરોના વાયસના 195 કેસ સામે આવી ચૂક્યા છે. વળી, આ વાયરસના કારણે દેશમાં ચાર લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. આ દરમિયાન બૉલિવુડની જાણીતી સિંગર અને બેબી ડૉલ ફેમ કનિકા કપૂર પણ કોરોના વાયરસ ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે. તેને લખનઉમાં આઈસોલેશન વૉર્ડમાં ભરતી કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર લખી આ પોસ્ટ
શુક્રવારે સિંગર કનિકા કપૂરનો ટેસ્ટ પૉઝિટીવ આવ્યો જેમાં કોરોના વાયરસ પૉઝિટીવ મળી આવ્યો. ત્યારબાદ કનિકા કપૂરને લખનઉની કિંગ જ્યોર્જ મેડીકલ યુનિવર્સિટીમાં બનેલા આઈસોલેશન વૉર્ડમાં ભરતી કરવામાં આવી. કનિકા કપૂરે ખુદ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને આ વિશે માહિતી આપી છે. કનિકા કપૂરે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યુ, ‘હેલો, છેલ્લા 4 દિવસથી મને મારી અંદર ફ્લુના સંકેત લાગી રહ્યા હતા, મે પોતાનો ટેસ્ટ કરાવ્યો અને મારો કોરોના વાયરસનુ રિઝલ્ટ પૉઝિટીવ આવ્યુ છે.'

ચાર દિવસથી દેખાયા હતા લક્ષણ
હાલમાં જ લંડનથી પાછી આવેલી સિંગર કનિકાએ લખ્યુ, ‘મારો પરિવાર અને હું અત્યારે ક્વૉરંટાઈનમાં છે અને આગળના ઈલાજ માટે ડૉક્ટરની સલાહ લઈ રહ્યા છે. 10 દિવસ પહેલા જ્યારે હું લંડનથી પાછી આવી તો એરપોર્ટ પર મારી તપાસ કરવામાં આવી હતી જેવી કે સામાન્ય રીતે કરવામાં આવે છે પરંતુ અત્યારે ચાર દિવસથી આ લક્ષણ દેખાઈ રહ્યા છે. આ સ્ટેજ પર હું તમને બધાને નિવેદનકરવા માંગુ છુ કે ખુદને આઈસોલેશનમાં રાખો અને જો તમને લક્ષણ દેખાય તો તરત જ પોતાની તપાસ કરાવો.'

‘આપણે સૌએ જવાબદાર નાગરિક બનવાની જરૂર'
કનિકાએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યુ, ‘હું અત્યારે ઠીક ઠીક અનુભવી રહી છુ, જેવુ કે એક સામાન્ય ફ્લુ અને હળવા તાવમાં હોય છે. જો કે અત્યારે આપણે એક જવાબદાર નાગરિક બનવા અને આસપાસના લોકો વિશે વિચારવાની જરૂર છે. આપણે ચિંતા કર્યા વિના, ગભરાયા વિના આનાથી બહાર નીકળી શકીએ છીએ પરંતુ તેના માટે આપણે સ્થાનિક પ્રશાસન, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના દિશા-નિર્દેશોનુ પાલન કરવુ પડશે. તમે બધા સ્વસ્થ રહો. જય હિંદ.'

કોરોના વાયરસની ચપેટમાં દુનિયાના ઘણા મોટા દેશ
તમને જણાવી દઈએ કે કોરોના વાયરસની મહામારી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશની જનતાના નામ પોતાના સંબોધન જારી કર્યુ. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે કોરોના વાયરસની ચપેટમાં આજે દુનિયાના ઘણા મોટા દેશ છે. આ વૈશ્વિક મહામારીનો મુકાબલો કરવા માટે બે મુખ્ય વાતોની જરૂર છે. પહેલો સંકલ્પ અને બીજો સંયમ. તેમણે સૂત્ર આપ્યુ કે આપણે સ્વસ્થ તો જગ સ્વસ્થ. પોતાના સંદેશ દરમિયાન પીએમ મોદીએ જોર આપીને આ વાત કહી કે આ બિમારીની કોઈ દવા નથી માટે આપણા ખુદનુ સ્વસ્થ રહેવુ જરૂરી છે.

વિદેશી ફ્લાઈટ્સનુ ભારતમાં લેન્ડીંગ બંધ
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના સંકટ વચ્ચે સરકાર સતત પ્રભાવી અને મજબૂત પગલાં લઈ રહી છે. કેન્દ્ર સરકારે દેશના અલગ અલગ રાજ્યોમાં સ્થિત સરકારી હોસ્પિટલોમાં આઈસોલેશન વૉર્ડ બનાવ્યા છે જ્યાં કોરોના વાયરસથી સંક્રમિત અને શંકાસ્પદ દર્દીઓને રાખવામાં આવ્યા છે. સતત વધી રહેલા કોરોના સંક્રમણને જોતા સરકારે એક મોટો નિર્ણય લઈને વિદેશી ફ્લાઈટ્સની ભારતમાં લેન્ડીંગ પર રોક લગાવી દીધી છે. એક મહત્વના પગલુ લઈને સરકારે ખાનગી કંપનીઓને પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરાવવાના નિર્દેશ આપ્યા છે.
આ પણ વાંચોઃ કોરોના વાયરસના કહેરથી ફફડી ઉઠ્યુ ઈઝરાયેલ, ઈરાનમાં 1284 કેસ આવ્યા સામે