
સોનુ નિગમની થઈ ગઈ એવી હાલત, આપણને સૌને પણ આમ ન કરવા ચેતવ્યા
બોલિવુડના પ્લેબેક સિંગર સોનુ નિગમ હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. વાસ્તવમાં સોનુ નિગમને એક ગંભીર પ્રકારની એલર્જી થઈ છે જેના કારણે તેમની આંખ ખરાબ રીતે સોજાઈ ગઈ છે. સોનુ નિગમના ચહેરો પર પણ સોજો ચડી ગયો છે. બે દિવસ પહેલા જ ગંભીર હાલતમાં સોનુને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમણે હોસ્પિટલના આઈસીયુમાંથી પોતાના બે ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ફોટા શેર કરતા સોનુ નિગમે પોતાના ફેન્સને તેમના પ્રેમ અને દુઆઓ માટે આભાર માન્યો છે. સોનુએ એક પોસ્ટ લખીને જણાવ્યુ કે તેમને કઈ રીતે આ બિમારી થઈ અને તેમની હાલત કેમ બગડી.

કેવી રીતે થઈ સોનુની આ હાલત
સોનુ નિગમે ઈન્સ્ટાગ્રામ પર પોતાના બે ફોટા શેર કર્યા છે. આમાંથી એક ફોટામાં તેમના ચહેરા પર ઓક્સિજન માસ્ક લાગેલુ છે જ્યારે બીજા ફોટામાં તેમની આંખ પર ગંભીર રીતે સોજો ચડ્યો છે. સોનુએ આ ફોટા સાથે પોસ્ટ કરીને લખ્યુ કે, ‘તમારી ચિંતા અને પ્રેમ માટે આભાર. હવે જ્યારે તમને ખબર છે કે હું જેપોર ઓડિશાથી પાછો આવી રહ્યો છુ તો મને આ શેર કરવામાં કોઈ વાંધો નથી કે હું કાલ પહેલા કેવો હતો. આપણા બધા માટે સબક, ક્યારેય પણ એલર્જીના મામલે રિસ્ક ના લો, જેવી રીતે મે સી ફૂડ્ઝ ખઈને લીધુ. મને સી ફૂડ્ઝથી એલર્જી થઈ છે. જો નાણાવતી હોસ્પિટલ મારી નજીક ના હોત તો મારી શ્વાસનળી પર પણ સોજો ચડી જાત અને મારી હાલત વધુ બગડી શકતી હતી. તમારો બધાનો આભાર.'

બે દિવસ સુધી આઈસીયુમાં ભરતી રહ્યા
જાણકારી મુજબ સોનુ નિગમે જેપોર ઓડિશામાં એક મ્યુઝિકલ કન્સર્ટ માટે ગયા હતા. ઈવેન્ટ બાદ સોનુ નિગમ જમી રહ્યા હતા કે અચાનક તેમની તબિયત ખરાબ થવા લાગી. તેમની હાલત બગડતી જોઈને તેમના સહયોગીઓએ તરત જ તેમને નાણાવતી હોસ્પિટલ પહોંચાડ્યા. વાસ્તવમાં સી ફૂડ્ઝ ખાવાથી થયેલી એલર્જીના કારણે તેમની તબિયત બગડી. સોનુ નિગમના નજીકના લોકોએ જણાવ્યુ કે તે બે દિવસ સુધી ગંભીર હાલતમાં આઈસીયુમાં ભરતી રહ્યા, જ્યાં ઈલાજ બાદ તબિયતમાં સુધાર થવા પર તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી. હાલમાં તેમની હાલત સારી જણાવવામાં આવી રહી છે અને તે પોતાના ઘરે પાછા આવી ચૂક્યા છે. જો કે થોડો સોજો હજુ પણ તેમના ચહેરા પર છે.

‘કાશ હું પાકિસ્તાનમાં પેદા થયો હોત'
તમને જણાવી દઈએ કે સોનુ નિગમ આ પહેલા એ વખતે સમાચારોમાં છવાયા હતા જ્યારે તેમણે એક વિવાદિત નિવેદન આપી કહ્યુ હતુ કે કાશ, તે પાકિસ્તાનમાં પેદા થયા હોત. વાસ્તવમાં સોનુ નિગમે આ વાત એ સવાલના જવાબમાં કહી, જ્યારે એક ઈવેન્ટમાં તેમને પૂછવામાં આવ્યુ કે આજકાલ રીમિક્સ કેમ બની રહ્યા છે? જવાબમાં સોનુએ કહ્યુ કે ક્યારેક ક્યારેક મને લાગે છે કે કાશ હું પાકિસ્તાનથી હોત તો મને અહીં કામ વધુ મળતુ. સોનુએ કહ્યુ કે ભારતમાં તો પાકિસ્તાની સિંગર્સની ચાંદી ચાંદી જ છે. હવે તો હાલત એવી થઈ ગઈ છે કે ગાયકોના શોમાં પોતાના ગીતો વગડાવવા માટે પૈસા આપવા પડે છે. જો તમે એવુ નહિ કરો તો તે તમારા ગીતો નહિ વગડાવે અને તમારી જગ્યાએ એ સિંગર્સના ગીતો વગડાવશે જેમણે એમને પૈસા આપ્યા છે. તેમણે કહ્યુ કે પાકિસ્તાની સિંગર્સ સાથે આવુ નથી થતુ. જો કે એ સારી વાત છે કે તે એમની સાથે આવુ નથી કરતા પરંતુ જો આમ જ છે તો તમે ભારતીય સિંગર્સ સાથે આમ કેમ કરી રહ્યા છો? સોનુએ કહ્યુ કે આતિફ અસલમ કે પછી રાહત ફતેહઅલી ખાન પાસે તો શોના બદલે પૈસા નથી માંગતા.

નેહા કક્કડ સાથે વાયરલ થયો હતો વીડિયો
થોડા દિવસો અગાઉ સોનુ નિગમનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તે બોલિવુડ સિંગર નેહા કક્કડ સાથે જોવા મળ્યા હતા. વાસ્તવમાં આ વીડિયોને નેહા કક્કડે જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. વીડિયોમાં જોવા મળ્યુ હતુ કે નેહા કક્કડ સિંગર સોનુ નિગમ સાથે ફોટો શૂટ કરાવી રહી છે. નેહાએ વીડિયોમાં બ્લેક કલરનું ગાઉન પહેર્યુ છે. ફોટોશૂટ દરમિયાન નેહા અચાનક પોતાનું ગાઉન ઉતારવા લાગે છે. નેહાને ગાઉન ઉતારતા જોઈને સોનુ નિગમ પણ ગભરાઈ જાય છે. વાસ્તવમાં નેહા પોતાના ગાઉનનો માત્ર નીચેનો હિસ્સો ઉતારતી હોય છે અને ત્યારબાદ ઠહાકા મારીને હસે છે. નેહાને આમ કરતા જોઈને ત્યાં હાજર લોકો પણ હસવા લાગે છે અને સોનુ નિગમ પણ.
આ પણ વાંચોઃ રિપોર્ટર સાથે મારપીટ બાદ પત્રકારોએ હેલમેટ પહેરીને ભાજપ નેતા સાથે કરી વાત