સુશાંત સિંહની બહેને લખી ઈમોશનલ પોસ્ટ, 'મને માફ કરજે, કાશ! હું તારુ દુઃખ લઈ શકતી'
સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ તેમના માટે આ ભાવુક પોસ્ટ લખી છે.
બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હવે આ દુનિયામાં નથી રહ્યા. માત્ર 34 વર્ષની ઉંમરે જ તેમણે દુનિયાને અલવિદા કહી દીધુ છે. તેમના નિધનના સમાચાર પર વિશ્વાસ કરવો દરેકના માટે મુશ્કેલ છે. હવે સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ તેમના માટે આ ભાવુક પોસ્ટ લખી છે. પોતાની આ પોસ્ટમાં શ્વેતાએ સુશાંતની માફી માંગી છે, એ પીડા માટે જે તેના ભાઈએ અનુભવ કર્યો હતો. શ્વેતાએ લખ્યુ, 'મેરા બેબી, મારા બાબુ, મારા બચ્ચા હવે અમારી સાથે શારીરિક રીતે હાજર નથી, હું જાણુ છુ કે તુ બહુ પીડામાં હતો.'

'તુ એક ફાઈટર હતો'
આ પોસ્ટમાં શ્વેતાએ સુશાંતનો ફોટો શેર કરીને આગળ લખ્યુ, 'હું જાણુ છુ કે તુ એક ફાઈટર હતો અને તુ બહાદૂરી સાથે લડ્યો પણ. મને માફ કરજે મારા સોના...એ દર્દ માટે માફ કરજે જેમાંથી તુ પસાર થયો.. કાશ હું તારુ બધુ દુઃખ લઈ લેતી અને પોતાની બધી ખુશીઓ તને આપી દેતી. તારી ચમકતી આંખોએ દુનિયાને સપના બતાવ્યા છે, તારી માસુમ મુસ્કાને તારા સાફ દિલને બતાવ્યુ છે.'

'તુ જ્યાં પણ હોય મારા બેબી ખુશ રહેજે'
શ્વેતાએ આગળ લખ્યુ, 'તને હંમેશા પ્રેમ કરવામાં આવશે અને ખૂબ ખૂબ પ્રેમ... તુ જ્યાં પણ હોય મારા બેબી ખુશ રહેજે... અને દરેક જણ તને પ્રેમ કરે છે અને હંમેશા કરતા રહેશે. મારા બધા પ્રિયજનો...હું જાણુ છુ કે આ પરીક્ષાનો સમય છે...પરંતુ જ્યારે પણ પસંદગી કરવાની હોય તો નફરતના બદલે પ્રેમને પસંદ કરજો, ગુસ્સાની જગ્યાએ દયા અને કરુણાને પસંદ કરજો. આક્રોશ અને સ્વાર્થના બદલે નિસ્વાર્થતા અને માફીને પસંદ કરજો. દરેક જણ પોતાની લડાઈ લડી રહ્યુ છે... પોતાના પર દયા કરો અને બીજા પ્રત્યે પણ દયાળુ બનો.'

સુશાંતના હાથે લખેલી નોટ પણ શેર કરી
પોતાની આ પોસ્ટમાં શ્વેતાએ ભાઈ સુશાંતના હાથે લખાયેલી એક નોટ પણ શેર કરી છે. જેમાં તે લખે છે, 'તે કહે છે કે હું કરી શકુ છુ, તે કહે છે હું નથી કરી શકતી. સામાન્ય રીતે બંને સાચા છે પરંતુ તુ પહેલીવાળી મહિલા છે. તમે પ્રેમ, ભાઈ સુશાંત.' તમને જણાવી દઈએ કે ટીવી ઈન્ડસ્ટ્રીથી પોતાના કરિયરની શરૂઆત કરનાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તેમની પાસેથી કોઈ સુસાઈડ નોટ પણ મળી નહોતી. સુશાંતે આ પગલુ કેમ લીધુ તે હજુ સુધી જાણી શકાયુ નથી પરંતુ એવુ કહેવાઈ રહ્યુ છે કે તે છેલ્લા ઘણા મહિનાઓથી ડિપ્રેશનમાં હતા.












Click it and Unblock the Notifications
