• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નાનું બજેટ થયું હિટ : નાની ફિલ્મોના નામે રહ્યું 2013

|

મુંબઈ, 23 ડિસેમ્બર : બૉલીવુડનું આ વર્ષ એટલે કે 2013 નાની ફિલ્મોના નામે રહ્યું. નાના બજેટની ફિલ્મોને દર્શકોએ બહુ પ્રેમ આપ્યો અને આ ફિલ્મો જ બૉક્સ ઑફિસે હિટ પણ રહી. અનેક મોટા બજેટ અને મોટા સ્ટાર્સ ધરાવતી ફિલ્મો બૉક્સ ઑફિસે નિષ્ફળ નિવડી, તો નાના બજેટની ફિલ્મોએ સૌથી વધુ કમાણી કરી આ વર્ષ નાના બજેટની ફિલ્મોના નામે કરી નાંખ્યું.

વર્ષ 2013માં અનેક નવા કલાકારોની નાના બજેટની ફિલ્મો રિલીઝ થઈ કે જેમણે બૉક્સ ઑફિસે સારી કમાણી કરી. નવા કલાકારો હોવા છતા આ ફિલ્મોને સારૂ રિસ્પૉન્સ મળ્યું. તેમાં ફુકરે, કાઇ પો છે, મેરે ડૅડ કી મારુતિ, ચશ્મે બદ્દૂર જેવી અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે. લંચબૉક્સ જેવી ફિલ્મને ઑસ્કાર માટે નૉમિનેટ કરાઈ, આમિર ખાનની તલાશ પણ નાના બજેટની હોવા છતાં તેને સારૂ રિસ્પૉન્સ મળ્યું.

આવો તસવીરો સાથે જોઇએ વધુ વિગતો :

ફુકરે

ફુકરે

ફરહાન અખ્તર તથા રીતેશ સિધવાણીના પ્રોડક્શન હાઉસ દ્વારા નિર્મિત ફુકરે ફિલ્મે ત્રણ નવા ચહેરાઓ રજૂ કર્યાં. ત્રણે નવા કલાકારોની ફિલ્મ હોવા છતાં ફુકરે યુવાન દર્શકોમાં બહુ પસંદ કરવામાં આવી. ફુકરે દિલ્હીમાં રહેતા યુવાનોની જિંદગી પર આધારિત ફિલ્મ હતી.

કાઇ પો છે

કાઇ પો છે

ગુજરાતમાં રહેતા ત્રણ યુવાનોની વાર્તા પર આધારિત કાઇ પો છે ફિલ્મ દર્શકોને બહુ ગમી. ફિલ્મમાં ત્રણ મિત્રોની વાર્તા દર્શાવાઈ કે જે એક-બીજા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. કાઇ પો છે ફિલ્મ ચેતન ભગતની બ્લૉક બસ્ટર નવલકથા થ્રી મિસ્ટેક્સ ઑફ માય લાઇફ પર આધારિત હતી.

મેરે ડૅડ કી મારુતિ

મેરે ડૅડ કી મારુતિ

જુહી ચાવલાના પ્રોડક્શન હાઉસ દ્વારા નિર્મિત મેરે ડૅડ કી મારુતિ ફિલ્મ બૉક્સ ઑફિસે ખાસ સફળ ન નિવડી, પણ ફિલ્મે નાના બજેટના હિસાબે સારી કમાણી કરી.

ચશ્મે બદ્દૂર

ચશ્મે બદ્દૂર

જૂની ફિલ્મ ચશ્મે બદ્દૂરની રીમેક ચશ્મે બદ્દૂર આ વર્ષે રિલીઝ થઈ. ફિલ્મમાં અલી ઝફર સાથે તાપસી પન્નુ હતાં. ફિલ્મનું દિગ્દર્શન ડેવિડ ધવને કર્યુ હતું. ફિલ્મે શ્રેષ્ઠ બિઝનેસ કર્યો.

કમાંડો

કમાંડો

કમાંડો ફિલ્મ દ્વારા બૉક્સ ઑફિસે વિદ્યુત જામવાલે તહેલકો મચાવ્યો. આ નાના બજેટની ફિલ્મ હતી અને તેના દ્વારા વિદ્યુતે બૉલીવુડમાં એન્ટ્રી કરી. તેમના એક્શન સિક્વંસિસે સૌને આશ્ચર્યચકિત કર્યાં. વિદ્યુતને જોઈને લાગ્યું કે બૉલીવુડને બીજો એક્શન હીરો મળી ગયો છે.

આશિકી 2

આશિકી 2

મહેશ ભટ્ટની ફિલ્મ આશિકીની સિક્વલ આશિકી 2માં બે યુવા ચહેરા શ્રદ્ધા કપૂર તથા આદિત્ય કપૂર હતાં. ફિલ્મના ગીતોએ જાદુ ચલાવ્યો કે આશિકી 2 આ વર્ષની હિટ ફિલ્મોમાં જોડાઈ ગયાં.

જૉલી એલએલબી

જૉલી એલએલબી

અરશદ વારસીની ફિલ્મ જૉલી એલએલબીએ નાના બજેટની ફિલ્મ હોવા છતા સારી-સારી ફિલ્મોને ટક્કર આપી. ફિલ્મે બૉક્સ ઑફિસે સારો બિઝનેસ કર્યો.

રાંઝણા

રાંઝણા

સોનમ કપૂર તથા સાઉથના સુપર સ્ટાર ધનુષની ફિલ્મ રાંઝણાએ બૉક્સ ઑફિસે સારો બિઝનેસ કર્યો. ફિલ્મમાં બનારસની એક પ્રણય-કથાને સુંદર રીતે રજૂ કરાઈ. ફિલ્મ લોકોને લાગણીભીના પણ કરતી ગઈ.

શિપ ઑફ થેસસ

શિપ ઑફ થેસસ

કિરણ રાવની ત્રણ લઘુકથાઓ પર આધારિત શિપ ઑફ થેસસ ફિલ્મે ક્રિટિક્સ તરફથી સારા કૉમેંટ્સ મેળવ્યાં. આનંદ ગાંધી દિગ્દર્શિત ફિલ્મ સામાન્ય લોકો માટે સમજવી થોડીક મુશ્કેલ હતી, પણ ક્રિટિક્સે તેના બહુ વખાણ કર્યાં.

શુદ્ધ દેસી રોમાંસ

શુદ્ધ દેસી રોમાંસ

પરિણીતી ચોપરા તેમજ સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ શુદ્ધ દેસી રોમાંસ પણ બૉક્સ ઑફિસે બહુ ચાલી. ફિલ્મમાં જયપુરના બે યુવાઓની પ્રણય-કથા હતી. લિવ ઇન રિલેશનશિપને ફિલ્મમાં સુંદર રીતે દર્શાવાઈ તથા લગ્ન અંગે યુવાનોના મગજમાં વ્યાપ્ત મુંઝવણને પણ સારી રીતે રજૂ કરવામાં આવી.

ધ લંચબૉક્સ

ધ લંચબૉક્સ

ઇરફાન ખાન, નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ ધ લંચબૉક્સ એક લઘુકથા હતી કે જેણે લોકોને આકર્ષ્યાં. ફિલ્મમાં ઇરફાન અને નિમૃત કૌર મુખ્ય ભૂમિકામાં હતાં. આ ફિલ્મને ઑસ્કાર માટે પણ નૉમિનેટ કરાઈ.

English summary
The year 2013 has been proven extremely well for small films in Bollywood. Small films like Fukrey, Kai Po Che, Mere Dad Ki Maruti, Chashme Badoor, Commando, Aashiqui 2, Rannjhnaa, Ship Of Theseus, Shuddh Desi Romance, Lunchbox etc have set an example for small budget films which have performed successfully.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more