'હું ન્યૂડ થઈને પણ આધ્યાત્મિક છુ', સના ખાન સાથે તુલનાથી ભડકી સોફિયા હયાત
મુંબઈઃ બૉલિવુડમાં હાલમાં જ અમુક અભિનેત્રીઓએ એવા નિર્ણયો લીધા છે જે ચર્ચામાં રહ્યા છે. તેમાંથી એક હતો અભિનેત્રી સના ખાનનો નિર્ણય. આ નિર્ણય મુજબ સના ખાને હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધુ હતુ અને આમ કરીને તેણે પોતાના ધર્મનો હવાલો આપ્યો હતો. ત્યારબાદ તેણે મુફ્તી અનસ સાથે નિકાહ કરી લીધા અને અત્યારે તે પરિણીત છે. પરંતુ હવે કંઈક એવુ થયુ છે જે ઘણુ ઝડપથી ચર્ચામાં છવાઈ રહ્યુ છે.

સોફિયા હયાત સાથે સના ખાનની તુલના
આનુ કારણ છે અભિનેત્રી સોફિયા હયાત. ઉલ્લેખનીય છે કે સના ખાના નિકાહ બાદ સતત તેની તુલના સોફિયા હયાત સાથે કરવામાં આવી રહી હતી અને આ વાત સોફિયાને બિલકુલ પસંદ નથી આવી. સોફિયાની વાત કરીએ તો તેણે પણ ધર્મનો હવાલો આપીને બૉલિવુડને અલવિદા કહી દીધુ હતુ. તેણે 2016માં નન બનવાનુ પસંદ કર્યુ હતુ અને નામ બદલીને સોફિયા મધર બની ગઈ હતી.

અધ્યાત્મને માત્ર કપડા સાથે લેવા-દેવા નથી
પરંતુ ફરીથી તેણે પોતાની ગ્લેમરસ તસવીરો સાથે તહેલકો મચાવી દીધો હતો. હવે સના ખાન સાથે તુલના વિશે તેનુ એક નિવેદન ઝડપથી વાયરલ થઈ રહ્યુ છે. આ દરમિયાન સોફિયા એક વેબસાઈટ સાથે વાત કરી રહી હતી. તેનુ કહેવુ છે કે, 'સના ખાન સાથે મારી તુલનાથી પરેશાન છુ. એવા પણ લોકો છે જેમને લાગે છે કે અધ્યાત્મને માત્ર કપડા સાથે લેવા-દેવા છે.'

શારીરિક સંબંધ
જ્યાં સુધી હું નન હતી મે 18 મહિના સુધી શારીરિક સંબંધ બનાવ્યા નહોતા. હું કપડા વિના પણ સંપૂર્ણપણે આધ્યાત્મિક છુ. આ રીતે સોફિયાએ પોતાની વાત કહીને સના ખાન પર નિશાન સાધ્યુ છે અને કહ્યુ કે એ તેની ઈચ્છા છે તે જે ઈચ્છે તે કરી શકે છે. સોફિયા હયાત સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ ફોટા માટે હંમેશા ચર્ચામાં રહે છે. તેની ફેન ફોલોઈંગ ઘણી શાનદાર છે અને લોકો તેના ફોટાને પસંદ કરવા સાથે શેર પણ કરે છે.
Pics: રકુલ પ્રીત સિંહના બોલ્ડ ફોટોએ વધારી ગરમી, માલદીવમાં માણી રહી છે વેકેશન