• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રોમાંસ સાથે કૉમેડી પણ કરવા માંગે છે સોહા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 25 ડિસેમ્બર : બૉલીવુડ અભિનેત્રી સોહા અલી ખાનની આગામી ફિલ્મ મિ જોએ બી કારવાલ્હો એક હાસ્ય ફિલ્મ છે. સોહાનું કહેવું છે કે તેઓ હવે એક રોમાંટિક હાસ્ય ફિલ્મ કરવા માંગે છે.

35 વર્ષીય સોહા અલી ખાન રંગ દે બસંતી, ખોયા ખોયા ચાંદ અને સાહેબ બીવી ઔર ગૅંગસ્ટર રિટર્ન્સ જેવી ફિલ્મોમાં અભિનય કરી ચુક્યાં છે. સોહાએ જણાવ્યું - હું રોમાંટિક હાસ્ય ફિલ્મમાં કામ કરવા માંગુ છું અને હું તેનો આતુરતાપૂર્વક ઇંતેજાર કરી રહી છું. હું આ અગાઉ ખોયા ખોયા ચાંદ તથા બીજી ફિલ્મોમાં રોમાંસ કરી ચુકી છું, પણ ક્યારેય રોમાંટિક-હાસ્ય ફિલ્મમાં કામ કરવાની તક નહીં મળી.

સોહા અલી ખાન મિ જોએ બી કારવાલ્હો ફિલ્મના પ્રચારમાં વ્યસ્ત છે. સમીર તિવારી દિગ્દર્શિત આ ફિલ્મમાં સોહા અરશદ વારસી સાથે નજરે પડશે. અભિનેતા કુણાલ ખેમૂ સાથે પોતાના સંબંધો અંગે બિંદાસ્તપણે વાતો કરનાર સોહા અલી ખાને હાલ લગ્ન અંગે વિચાર્યું નથી. સોહાએ જણાવ્યું - અમે હાલ ખુશ છીએ અને અમે લગ્ન અંગે નિર્ણય નથી કર્યો.

English summary
Actress Soha Ali Khan's forthcoming movie "Mr Joe B. Carvalho" is a comedy and now the actress says she wishes to do a romantic comedy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X