• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મિ જોએ બી કારવાલ્હો : મમ્મીના પગલે સોહા પહેલી વાર બિકિનીમાં!

|

મુંબઈ, 13 નવેમ્બર : બૉલીવુડમાં પહેલી વખત ટૂ પીસ બિકિનીમાં નજરે પડનાર સુંદર અભિનેત્રી શર્મિલા ટાગોરના પુત્રી સોહા અલી ખાન પણ ટુંકમાં જ પોતાના માતાના પગલે ચાલતા બિકિનીમાં નજરે પડવાનાં છે. સોહાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 9 વર્ષ થઈ ગયાં, પણ અત્યાર સુધી પડદા ઉપર તેઓ ક્યારેય બિકિનીમાં નથી દેખાયાં. હવે તેઓ પોતાની આવનાર ફિલ્મ મિ જોએ બી કારવાલ્હોમાં બિકિનીમાં નજરે પડશે. સોહાએ બી આર એંટરટેનમેંટ પ્રોડક્શન હાઉસ હેઠળ બનનાર કૉલિંગ મિ જોએ બી કારવાલ્હો ફિલ્મમાં એક પોલીસ ઑફિસરનો રોલ કર્યો છે.

શર્મિલાના પુત્રી ઉપરાંત સૈફ અલી ખાનના બહેન અને કરીના કપૂરના નણંદ સોહાએ અત્યાર સુધીના બૉલીવુડ કૅરિયર દરમિયાન કેટલીક બોલ્ડ ફિલ્મો કરી છે કે જેમાં સાહેબ બીવી ઔર ગૅંગસ્ટર 2 ફિલ્મનો સમાવેશ થાય છે. ફિલ્મમાં સોહા અલી ખાન સાથે ઇરફાન ખાન મુખ્ય ભૂમિકામાં હતાં. સોહા-ઇરફાને કેટલાક બોલ્ડ સીન્સ પણ શૂટ કર્યા હતાં. હવે સોહા એક પોલીસ ઑફિસરનો રોલ કરવા જઈ રહ્યાં છે. આ ફિલ્મમાં સોહા પહેલી વાર બિકિનીમાં પણ પહેલી વાર નજરે પડશે. બી આર એંટરટેનમેંની આ ફિલ્મનું નામ છે મિ જોએ બી કારવાલ્હો કે જેમાં સોહા સાથે અરશદ વારસી તેમજ જાવેદ જાફરી મુખ્ય ભૂમિકામાં નજરે પડશે.

સોહા અલી ખાન ભલે આ ફિલ્મમાં એક પોલીસ ઑફિસરના રોલમાં નજરે પડશે, પણ ફિલ્મમાં સોહાના અનેક નવા અવતારો દર્શકોને જોવા મળશે. જેમ કે કૅબરે ડાન્સર, અપ્સરા તથા બિકિની અવતારમાં પણ સોહા નજરે પડશે. તેમણે આ ફિલ્મમાં અનેક સ્ટંટ્સ પણ પોતે જ કર્યાં છે કે જેના માટે તેમણે ખૂબ અભ્યાસ કર્યો છે. દર્શકો પહેલી વાર સોહાને બિકિનીમાં જોવા ઉત્સુક છે.

English summary
Soha Ali Khan is now following her mothers footsteps, and will be seen in a bikini for her forthcoming film. In BR Entertainment’s Mr. Joe B Carvalho which stars Arshad Warsi & Javed Jaffrey Soha is playing role of Police officer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X