'મારી ભૂલ છે, હું તારા ટચમાં ના રહ્યો, મને અહેસાસ હતોઃ કરણ જોહર'
અભિનેતા સુશાંત સિંહનો પરિવાર મુંબઈ પહોંચી ગયો છે, આજે અભિનેતાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કોરોના વાયરસના કારણે સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કારમાં વધુ લોકો શામેલ નહિ થઈ શકે. અભિનેતાના પિતા ઉપરાંત અમુક નજીકના સ્વજનો પણ સાથે હશે. તમને જણાવી દઈએ કે જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે રવિવારે પોતાના ઘરમાં જ આત્મહત્યા કરી લીધી હતી.

સુશાંતના મોત પર ભાવુક થયા કરણ જોહર
બૉલિવુડના આ દમદાર અભિનેતાા મોતથી સામાન્યથી લઈને ખાસ લોકો શોકમાં છે. કોઈને વિશ્વાસ નથી આવતો કે સુશાંત સિંહ રાજપૂત આ રીતે દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે. જાણીતા ફિલ્મમેકર કરણ જોહરે સુશાંત સિંહનો એક ફોટો શેર કરીને ઈન્સ્ટાગ્રામ પર એક ખૂબ જ ભાવુક પોસ્ટ લખી છે.
|
હું ખુદને જવાબદાર ગણુ છુઃ કરણ જોહર
જેમાં તેમણે કહ્યુ કે હું ખુદને જવાબદાર માનુ છુ કે હું છેલ્લા એક વર્ષથી તારા સંપર્કમાં નહોતો. મને ઘણી વાર અહેસાસ થયો કે તારે કોઈની જરૂર છે જેની સાથે તુ પોતાની વાતો શેર કરી શકો પરંતુ કદાચ ક્યારેય એ રીતે વિચાર્યુ નહિ, જેવુ મારે વિચારવાનુ હતુ.

'આપણે સંબંધ બનાવવા ન જોઈએ પરંતુ નિભાવવા પણ જોઈએ'
આપણે લોકો શોર-બકોર વચ્ચે રહીએ છીએ પરંતુ તેમછતાં એકલા હોય છે. અમુક લોકો આ એકલાપણુ સહન નથી કરી શકતા. આપણે સંબંધો માત્ર બનાવવા જ ન જોઈએ પરંતુ તેને નિભાવવા પણ જોઈએ. સુશાંતના મોતે મને અહેસાસ કરાવી દીધો છે કે દરેક પ્રકારના સંબંધોને સંભાળીને રાખવા જરૂરી છે. મને તારુ સ્મિત અને ગળે મળવાનો અંદાજ હંમેશા યાદ રહેશે.
ઑટોપ્સી રિપોર્ટમાં થયો સુશાંત સિંહના મોતનો ખુલાસો