For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૈલાશ ખેરે મારી જાંઘ પર હાથ રાખીને કહ્યુ તુ બહુ સુંદર છેઃ સોના મહાપાત્રા

જાણીતી ગાયિકા સોના મહાપાત્રાએ પણ કૈલાશ ખેર પર સંગીન આરોપ લગાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

બોલિવુડમાં મી ટુ અભિયાન હેઠળ ઘણા મોટા મોટા સ્ટાર્સ પર યૌન શોષણના કેસ સામે આવી રહ્યા છે. હાલમાં જે રીતે મહિલા પત્રકારે ગાયક કૈલાશ ખેર પર તેમની સાથે અશ્લીલ હરકત કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ જાણીતી ગાયિકા સોના મહાપાત્રાએ પણ કૈલાશ ખેર પર સંગીન આરોપ લગાવ્યા છે. સોનાએ સોશિયલ મીડિયા દ્વારા કૈલાશ ખેર પર આરોપ લગાવતા કહ્યુ કે કૈલાશે તેની જાંઘ પર હાથ રાખીને કહ્યુ હતુ કે તુ ખૂબ જ સુંદર છે.

મારી જાંઘ પર રાખ્યો હાથ

મારી જાંઘ પર રાખ્યો હાથ

ટ્વિટર દ્વારા કૈલાશ ખેર સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કરીને સોનાએ કહ્યુ કે જ્યારે હું એક કોન્સર્ટ વિશે વાત કરવા કૈલાશને એક કેફેમાં મળી તો તેમણે વાત ખતમ થયા બાદ મારી જાંઘ પર હાથ મૂકીને કહ્યુ હતુ કે તુ બહુ સુંદર છે. સારુ થયુ કે તારા લગ્ન કોઈ એક્ટર સાથે નહિ પરંતુ ગાયક સાથે થયા છે. કૈલાશ ખેરની આ હરકત બાદ સોના તરત જ ત્યાંથી જતી રહી. એટલુ જ નહિ કૈલાશ ખેરના ટ્વિટર પર તેના પોતાના પરિચય પર પણ સોના મહાપાત્રાએ નિશાન સાધ્યુ છે.

આ પણ વાંચોઃ તનુશ્રીના વકીલે પોલિસને સોંપ્યો 40 પાનાંનો દસ્તાવેજ, નાના સામે ઠોસ પુરાવાઆ પણ વાંચોઃ તનુશ્રીના વકીલે પોલિસને સોંપ્યો 40 પાનાંનો દસ્તાવેજ, નાના સામે ઠોસ પુરાવા

કૈલાશને સંભળાવી ખરી ખોટી

કૈલાશને સંભળાવી ખરી ખોટી

સોના મહાપાત્રાએ કહ્યુ કે આ વ્યક્તિ પોતાના વિશે લખે છે કે એડિયલ બૈરાગી છુ. જિદ્દી છુ પરંતુ તેની પાછળની હકીકત કંઈક અલગ જ છે. સોનાએ કહ્યુ કે જ્યારે તે ઢાકામાં એક કાર્યક્રમ માટે પહોંચી હતી તો કૈલાશ તેને વારંવાર ફોન કરતો હતો પરંતુ મે તેનો ફોન નહોતો ઉપાડ્યો. તમને જણાવી દઈએ કે આ પહેલા મહિલા પત્રકારે પણ આરોપ લગાવ્યો હતો કે કૈલાશ ખેરે તેની જાંઘ પર હાથ ફેરવ્યો હતો અને તેની સાથે અશ્લીલ હરકત કરી હતી.

મી ટુ અભિયાનની શરૂઆત

મી ટુ અભિયાનની શરૂઆત

તમને જણાવી દઈએ કે ફિલ્મ અભિનેત્રી તનુશ્રી દત્તાએ જે રીતે નાના પાટેકર સામે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ બોલિવુડમાં મી ટુ અભિયાનની શરૂઆત થઈ ગઈ છે. એક પછી એક ઘણા મોટા સ્ટાર્સ પર ગંભીર આરોપ લાગી રહ્યા છે. તેની ચપેટમાં માત્ર ફિલ્મ અભિનેતા જ નહિ પરંતુ એમજે અકબર પણ આવી ગયા છે. તેમના પર સાત મહિલા પત્રકારોએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદ તેમના પર સતત રાજીનામુ આપવાનું દબાણ વધી રહ્યુ છે.

આ પણ વાંચોઃ 1000 કરોડી મહાભારતની તૈયારી શરૂ- દ્રૌપદી દીપિકા, શ્રીકૃષ્ણ આમિર ખાનઆ પણ વાંચોઃ 1000 કરોડી મહાભારતની તૈયારી શરૂ- દ્રૌપદી દીપિકા, શ્રીકૃષ્ણ આમિર ખાન

English summary
Sona Mahapatra alleges Kailash Kher of sexual abuse share her metoo movement.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X