• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેવી છે સોનાલી બેન્દ્રેની તબિયત, પતિએ ટ્વિટ કરીને જણાવ્યુ

|

બોલિવુડ અભિનેત્રી સોનાલી બેન્દ્રે ન્યૂયોર્કમાં મેટાસ્ટેટિક કેન્સર સામે જંગ લડી રહી છે. સોનાલી લગભગ છેલ્લા એક મહિનાથી ન્યૂયોર્કમાં ઈલાજ કરાવી રહી છે. તેના પતિ ગોલ્ડી બહેલે ગુરુવારે સોનાલીની તબિયત વિશે ફેન્સને જાણકારી આપી. ગોલ્ડીએ જણાવ્યુ કે સોનાલી સ્ટેબલ છે અને પોતાની ટ્રીટમેન્ટ વ્યવસ્થિત રીતે ફોલો કરી રહી છે. આ દરમિયાન સોનાલીના પતિ અને તેનો દીકરો રણવીર તેની સાથે ન્યૂયોર્કમાં હાજર છે.

સોનાલી બેન્દ્રેની હાલત સ્થિર

સોનાલી બેન્દ્રેની હાલત સ્થિર

સોનાલી બેન્દ્રેના પતિ ગોલ્ડી બહેલે અભિનેત્રીની તબિયત વિશે નવુ અપડેટ આપ્યુ છે. ગોલ્ડી બહેલે ગુરુવારે ટ્વિટ કરીને જણાવ્યુ કે સોનાલીની હાલત હવે સ્થિર છે. ગોલ્ડીએ લખ્યુ, ‘હવે તે સ્થિર છે અને કોઈ મુશ્કેલી વિના ઉપચારનું પાલન કરી રહી છે. આ એક લાંબી લડાઈ છે પરંતુ અમે પોઝિટીવ છીએ.' ગોલ્ડી બહેલે સોનાલીને મળી રહેલા સપોર્ટ અને દુઆઓ માટે બધાનો આભાર માન્યો.

12 વર્ષના પુત્રને આ રીતે જણાવ્યા હતા કેન્સરના સમાચાર

12 વર્ષના પુત્રને આ રીતે જણાવ્યા હતા કેન્સરના સમાચાર

આ પહેલા સોનાલીએ એક પોસ્ટ શેર કરીને જણાવ્યુ હતુ કે કેવી રીતે તેણે પોતાના 12 વર્ષના પુત્ર રણવીરને પોતાની બિમારી વિશે જણાવ્યુ અને કેવી રીતે તે તેની હિંમત બની ગયો છે. પોતાના પુત્ર માટેના એક ભાવુક સંદેશમાં લખ્યુ, '12 વર્ષ અને 11 મહિના અને 8 દિવસ પહેલા જ્યારે રણવીર જન્મ્યો હતો ત્યારથી તેણે મારા દિલ પર રાજ કરવુ શરૂ કરી દીધુ હતુ. એટલા માટે જ્યારે કેન્સર વિશે ખબર પડી ત્યારે સોથી મોટી મુશ્કેલી એ હતી કે અમે તેને શું અને કેવી રીતે જણાવીશુ. તેણે આ સમાચારને ખૂબ જ મેચ્યોરીટી સાથે લીધા. રણવીર હવે મારી હિંમત બની ગયો છે. ઘણી જગ્યાએ તો મારો પેરેન્ટ બની ગયો છે. મને કહે છે કે મારે ક્યારે શું કરવાનું છે.'

લગભગ એક મહિનાથી ચાલી રહ્યો છે ઈલાજ

લગભગ એક મહિનાથી ચાલી રહ્યો છે ઈલાજ

4 જુલાઈના રોજ સોનાલીએ પોતાની બિમારીના સમાચાર આપીને સૌને ચોંકાવી દીધા હતા. સોનાલીએ જણાવ્યુ કે તેને હાઈગ્રેડ મેટાસ્ટિક કેન્સર છે જેનો ઈલાજ ન્યૂયોર્કમાં ચાલી રહ્યો છે. ઈલાજના કારણે તેને પોતાના વાળ પણ કપાવવા પડ્યા. સોનાલીએ આનો એક વીડિયો પણ ફેન્સ સાથે શેર કર્યો હતો અને એ બધા લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો જેમણે મુશ્કેલ પરિસ્થિતિમાં તેમને હિંમત આપી રહ્યા છે.

સોનાલીને કપાવવા પડ્યા હતા વાળ

સોનાલીને કપાવવા પડ્યા હતા વાળ

સોનાલીએ લખ્યુ હતુ, ‘છેલ્લા કેટલાક દિવસોમાં મને જે પ્રેમ મળ્યો છે તેના માટે હું આભારી છુ. હું એ સૌની આભારી છુ જેમણે પોતાની કહાનીઓ મારી સાથે શેર કરી. તમારા બધાની કહાનીઓએ મને શક્તિ આપી છે અને એ જણાવ્યુ છે કે હું એકલી નથી.'

English summary
Sonali Bendre's Husband Goldie Behl Thanks Everyone For Support, Says She Is Stable Now.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X