સોનમ કપૂરને થઈ આ ગંભીર બિમારી, સોશિયલ મીડિયા પર જાતે કર્યો ખુલાસો
બોલિવુડ અભિનેત્રી સોનમ કપૂર ઘણીવાર કોઈને કોઈ કારણોસર સમાચારોમાં રહે છે પછી ભલે તે સોશિયલ મીડિયા પર તેની સુંદરતા વિખેરતા ફોટા હોય કે પછી ભારત-પાકિસ્તાન વિશે આપવામાં આવેલુ તેનુ નિવેદન. હવે એક વાર ફરીથી સોનમ કપૂર ચર્ચાઓમાં છે. વાસ્તવમાં સોનમ કપૂરે ખુલાસો કર્યો છે કે તે આયોડિનની ઉણપથી પીડિત છે. સોનમ કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ લખીને પોતાના ફેન્સને આ માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે સોનમ કપૂર વીગન (એવા લોકો જે જાનવરોના મીટ અને તેમના દૂધ પદાર્થોનું સેવન નથી કરતા) છે અને તેમનુ કહેવુ છે કે શરીરમાં આયોડીનની જરૂરિયાતને પૂરી કરવાનો સૌથી સરળ રસ્તો છે ટેબલ સૉલ્ટ. આવો જાણીએ કે સોનમ કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર શું લખ્યુ છે.

સોનમે લખી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ
સોનમ કપૂરે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર લખ્યુ છે, ‘બધા શાકાહારી અને વીગન લોકો માટે માહિતી. પ્લીઝ તમે એ વસ્તુનો ખ્યાલ રાખો કે તમે એ મીઠાનો ઉપયોગ કરો જેમાં આયોડીનની માત્રા હોય. મને હમણાં જ ખબર પડી કે મારામાં આયોડીનની ઉણપ છે. શરીરમાં આયોડીનની જરૂરિયાત પૂરી કરવાનો સૌથી સરળ રસ્તો છે ટેબલ સૉલ્ટ. તમને બધાને પ્રેમ.'

ઝડપથી વધી રહ્યો છે વીગન થવાનો ટ્રેન્ડ
તમને જણાવી દઈએ કે બોલિવુડમાં હાલમાં વીગન થવાનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. વીગન થવાના જ્યાં ફાયદા છે તો નુકશાન પણ છે. આયોડીનની ઉણપ આ જ નુકશાનોમાંની એક છે. વાસ્તવમાં વીગન લોકો સામાન્ય રીતે મીઠાવાળુ ખાવાનુ ટાળે છે અને મોટાભાગે ફળ અને શાકાહારી વસ્તુઓ જ ખાય છે. ઉલ્લેખનીય છે કે સોનમ કપૂર હાલમાં ‘ધ ઝોયા ફેક્ટર' ફિલ્મ માટે ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે સલમાન પણ કામ કરી રહ્યા છે. આ ફિલ્મ લેખિકા અનુજા ચૌહાણના પુસ્તક ‘ધ ઝોયા ફેક્ટર' પર આધારિત છે.
આ પણ વાંચોઃ દેશભરમા્ં ધામધૂમથી મનાવાઈ રહી છે જન્માષ્ટમી, રાષ્ટ્રપતિ અને પીએમ મોદીએ પાઠવી શુભકામના

‘ધ ઝોયા ફેક્ટર' માટે ચર્ચાઓમાં સોનમ
સોનમના કાકા સંજય કપૂર પણ આ ફિલ્મમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે. સોનમે ફિલ્મમાં ઝોયા સિંહ સોલંકીની ભૂમિકા નિભાવી છે જે એક એડ એજન્સીમાં એક અધિકારી છે. ઝોયા કોઈ પ્રોજેક્ટના અનુસંધાનમાં ભારતીય ક્રિકેટ ટીમને મળે છે અને ત્યારબાદ જોતજોતામાં 2011 વિશ્વકપમાં ટીમ માટે એક લકી ચાર્મ બની જાય છે. ફિલ્મ ‘ધ ઝોયા ફેક્ટર'નું પ્રમોશન હાલમાં જ શરૂ થયુ છે. સોનમે ફિલ્મના પહેલા ટીઝરને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર પણ કર્યુ હતુ. ફિલ્મના ટીઝર સાથે સોનમ કપૂરે લખ્યુ હતુ, ‘લીંબુ મરચાની જરૂર કોને છે, જ્યારે તમારી પાસે ઝોયા સોલંકી છે. ઈન્ડિયાની લકી ચાર્મ.'

ઈન્ટરવ્યુ માટે ટ્રોલ થઈ સોનમ કપૂર
તમને જણાવી દઈએ કે સોનમ કપૂર હાલમાં જ એ સમયે વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી જ્યારે તેણે પાકિસ્તાન વિશે એક ઈન્ટરવ્યુ આપ્યુ હતુ. વાસ્તવમાં સોનમ કપૂરે 15 ઓગસ્ટના રોજ બીબીસીને આપેલા ઈન્ટરવ્યુમાં જમ્મુ કાશ્મીરની સ્થિતિ અને પોતાના વડવાઓના પાકિસ્તાન હોવા વિશે વાત પણ કરી હતી. ત્યારબાદ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી હતી. તેનાથી હેરાન થઈને સોનમ કપૂરે ટ્વીટ કરીને કહ્યુ, ‘હવે પ્લીઝ તમે બધા શાંત થઈ જાવ અને પોતાની જિંદગી જીવો. કોઈની વાત પર ટ્રોલ કરવાથી, તેને ખોટી રીતે રજૂ કરવા પર તે વ્યક્તિને કોઈ ફરક નથી પડતો જેણે નિવેદન આપ્યુ છે. આનાથી તમને જ ફરક પડશે. આનાથી તમને જ ફરક પડશે. તમે પોતે જુઓ કે તમે કોણ છો અને પોતાનુ કામ કરો.'