સોનમ કપૂર સાથે કેબ ડ્રાઈવરે કરી એવી હરકત, કહ્યું- હું અંદરથી ધ્રુજી ઉઠી
નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂર હાલના દિવસોમાં વિવિધ પરેશાનીઓનો સામનો કરી રહી છે. હાલમાં જ બ્રિટિશ એરવેઝની ફ્લાઈટમાં સફર કરતી વખતે તેનું બેગ ગાયબ થઈ ગયું હતું, જેને લઈ તેમણે ટ્વીટ પણ કર્યું હતું. સોનમ કપૂરે જણાવ્યું હતું કે એક મહિનામાં આવું બીજીવાર થયું છે, જ્યારે બ્રિટિશ એરવેઝની ફ્લાઈટમાં તેનું ગુમ થઈ ગયું હોય. હવે સોનમ કપૂરે પોતાની સાથે બનેલી આ ભયંકર ઘટના વિશે જણાવ્યું છે. સોનમ કપૂરે જણાવ્યું કે લંડનમાં એક કેબમાં યાત્રા કરતી વખતે તેમણે ઘણી ખરાબ સ્થિતિનો સામનો કરવો પડ્યો છે.

ધ્રુજી ઉઠી છું
સોનમ કપૂરે ટ્વીટ કરતા પોતાની સાથે થયેલ ઘટના વિશે લખ્યું, 'હાય મિત્રો, લંડનમાં ઉબેર કેબ સાથે મારો ડરામણો અનુભવ થયો છે. પ્લીઝ પ્લીઝ સાવધાન રહો. સૌથી સારું અને સૌથી સુરક્ષિત છે કે તમે સ્થાનિક પબ્લિક ટ્રાન્સપોર્ટ અથવા સ્થાનિક કેબનો જ ઉપયોગ કરો. આ ઘટનાથી હું ખરાબ રીતે ધ્રુજી ઉઠી છું.' સોનમ કપૂરના ટ્વીટ પર જ્યારે ફેન્સે પૂછ્યું કે આખરે તમારી સાથે થયું શું છે તો, તેમણે જવાબ આપતા કહ્યું કે, તેની માનસિક હાલત ઠીક નહોતી લાગી રહી અને તે વારંવાર મારા પર બુમો પાડતો રહ્યો હતો. તેને જોઈ હું અંદર સુધી ખરાબ રીતે ધ્રુજી ગઈ હતી.

હાલ લંડનમાં છે સોનમ કપૂર
સોનમ કપૂરના આ ટ્વીટ પર ઉબેર તરફથી પણ રિપ્લાય આવ્યો છે. ઉબેર તરફથી કહેવામાં આવ્યું કે કોઈપણ કસ્ટમર કેબમાં રાઈડ દરમિયાન પોતાની સાથે થયેલ કોઈ અસુવિધા માટે તેમની સીધી જ ફરિયાદ કરી શકે છે. જો કે સોનમ કપૂરે ઉબેરના આ ટ્વીટનો કોઈપણ પ્રકારનો જવાબ ના આપ્યો. જણાવી દઈએ કે સોનમ કપૂર હાલ લંડનમાં છે.

જ્યારે બીજીવાર બેગ ગુમ થયું
જણાવી દઈએ કે અગાઉ સોનમ કપૂરે પોતાની સાથે બ્રિટિશ એવેઝમાં બનેલી એક ઘટના વિશે પણ ટ્વીટ કર્યું હતું. સોનમ કપૂરે ટ્વીટ કરતા જણાવ્યું હતું, 'એક મહિનામાં આ ત્રીજીવાર થયું છે, જ્યારે હું બ્રિટિશ એરવેઝની ફ્લાઈટમાં સફર કરી રહી છું અને મારી સાથે આવું બીજીવાર થયું છે, જ્યારે મારું બેગ ગાયબ થઈ ગયું હોય. મને લાગે છે કે આ ઘટનાથી મને કેટલાય સબક મળ્યા છે. હવે હું બ્રિટિશ એરવેઝની ફ્લાઈટમાં ક્યારેય સફર નહિ કરું.' જે બાદ બ્રિટિશ એવેઝ તરફથી જવાબ આપતા કહેવામાં આવ્યું કે આ અસુવિધા માટે તેઓને દુખ છે.
‘લવ આજ કલ'નો ફર્સ્ટ લુકઃ કાર્તિક આર્યન-સારાની સુપર રોમેન્ટીક ઝલક