• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સોનમ કપૂર બનશે ખૂબસૂરતની મૉડર્ન રેખા

|

મુંબઈ, 21 માર્ચ : બૉલીવુડ અભિનેત્રી રેખાની બરાબરી તો આજે કોઈ પણ અભિનેત્રી ન કરી શકે, પરંતુ આમ છતાં અભિનેત્રીઓ આજે પણ રેખા જેવા દેખાવા કે તેમની એક્ટિંગની કૉપી કરવાની પૂરી કોશિશ કરે છે. હવે સમાચાર છે કે અનિલ કપૂરના પુત્રી સોનમ કપૂર પણ રેખાની બરાબરી કરવાની કોશિશ કરી રહ્યાં છે.

sonam-kapoor

સોનમ કપૂર પોતાની આવનાર ફિલ્મ કે જે રેખાની જૂની ફિલ્મ ખૂબસૂરતની રીમેક છે, તેમાં રેખાનો રોલ કરનાર છે. સોનમ કપૂરે આ ફિલ્મ માટે તેમને રેખા પોતે આશીર્વાદ પણ આપ્યું છે. સોનમ કપૂરે એમ પણ જણાવ્યું કે રેખા એ જાણી ખૂબ ખુશ થયાં કે હું તેમનો રોલ ભજવી રહી છું.

ખૂબસૂરત ફિલ્મ 1980માં રિલીઝ થઈ હતી. ઋષિકેશ મુખર્જી દિગ્દર્શિત આ ફિલ્મમાં રેખાએ મંજૂ ગુપ્તા તરીકેનો રોલ કર્યો હતો. ફિલ્મમાં અશોક કુમાર, દીના પાઠક તથા રાકેશ રોશન પણ હતાં. રેખાનો રોલ એક ચુલબુલી છોકરીન હતો કે જે નિયમો અને કાનૂનો નથી માનતી અને પોતાના હિસાબે જીવન જીવે છે.

હવે નવી ખૂબસૂરત ફિલ્મમાં સોનમ કપૂર રેખાનો રોલ કરવાનાં છે. જોકે નવી ખૂબસૂરતમાં રેખાનો રોલ થોડોક મૉડર્ન થઈ જશે. આ રીમેક અનિલ કપૂર બનાવી રહ્યાં છે કે જેનું દિગ્દર્શન શશાંક ઘોષ કરશે. સોનમે જણાવ્યું કે તેઓ શશાંક સાથે કામ કરવા અંગે તેઓ ખૂબ ઉત્સાહિત છે. સોનમે જણાવ્યું કે તેઓ નવી ખૂબસૂરત ફિલ્મમાં રેખાના પાત્રને કૉપી નથી કરવાનાં, પણ તેઓ રેખાના કૅરેક્ટરના મૉડર્ન લુકને બતાવશે.

English summary
Sonam Kapoor says that she took blessings from Rekha for her upcoming film Khoobsurat. Khoobsurat is remake of 1980 release Khoobsurat Film that has Rekha in lead role. Sonam Kapoor told media that she met Rekha on Jab Tak Hia Jaan premiere and there Rekha blessed her.
Get Instant News Updates
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more