સોશિયલ મીડિયા પર છવાયા સલમાન ખાન અને તેમનું ગીત "ભાઈ ભાઈ"- અહીં જુઓ
ઈદના અવસર પર સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ભલે રિલીઝ ના થઈ શકી હોય પરંતુ ભાઈજાને ફેન્સને શાનદાર સરપ્રાઈઝ આપા પોતાનું આગલું ગીત રિલીઝ કર્યું છે. હિન્દુ- મુસ્લિમ ભાઈચારા પર બનેલ આ ગીત "ભાઈ ભાઈ" જોતજોતામાં સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. સલમાન ખાન સતત સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહયો છે અને ફેન્સ મુજબ સલમાન ખાને યૂટ્યૂબ પર બધા રેકોર્ડ તોડી નાખ્યા.
લૉકડાઉન દરમિયાન સલમાન ખાન પોતાના પનવેલ ફાર્મહાઉસમાં પણ સમય ગુજરીત રહ્યા છે અને આ દરમિયાન તેમણે પોતાના ત્રણ ગીત રિલીધ કરી દીધા છે- પ્યાર કરોના, તેરે બિના... અને હવે ભાઈ ભાઈ. સલમાન ખાનન આ અંદાજ ફેન્સને બહુ પસંદ આવી રહ્યો છે.

ખુદ સલમાને ગીત ગાયું
સલમાન ખાન ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યા છે અને ફેન્સ તેમને બૉલીવુડના સૌથી ધર્મનિરપેક્ષ સ્ટારનું ટેગ આપી રહ્યા છે. પોતાના નવા ગીતમાં સલમાન ખાન બધા ધર્મ વિશે વાત કરતા જોવા મળી રહ્યા છે. ગીતને ખુદ સલમાન ખાને ગાયું છે અને સાજિદ- વાજદે કંપોજ કર્યું છે.

હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ
ફેન્સે કહ્યું કે શલમાન ખાન એવા સ્ટાર છે જે તમામ ધર્મને બરાબર સન્માન આપે છે અને પોતાના ચાહકોને પણ આ સિખવે છે.

રેકોર્ડતોડ સફળતા
સલમાન ખાને કોઈપણ ઘોષણા વિના પોતાના ગીતને રિલીઝ કરી દીધુ અને તે યૂટ્યૂબ પર બધા રેકોર્ડ તોડી રહ્યું છે. આ સલમાન ખાનનો ક્રેઝ ફેન્સના માથે ચઢીને બોલે છે.

ઈદ પર ફેન્સને મળવાનો વાયદો હતો
સલમાન ખાને ફેન્સને ઈદ પર મળવાનું વચન આપ્યું હતું અને આ વાયદો રાધેની રિલીઝ સાથે પૂરો થવાનો હતો. રાધે રિલીઝ ના થઈ શકી... પરંતુ ઈદ ખતમ થતા થતા સલમાન ખાને ફેન્સને ભેટ આપી જ દીધી.

કિંગ ઑફ યૂટ્યૂબ
જ્યારે કેટલાક ફેન્સે સલમાન ખાનને કિંગ ઑફ યૂટ્યૂબનો ખિતાબ આપી દીધોછે. જણાવી દઈએ કે કેટલાક દિવસો પહેલા સલમાન ખાને પતાનું ખુદનું યૂટયૂબ ચેનલ શરૂ કર્યું છે.

શાનદાર લુક
જ્યારે કેટલાક ફેન્સ સલમાન ખાનના લુક પર ફિદા છે... લોકોએ આ ગીતમાં સુપરસ્ટારના લુકને ઘણો પસંદ કર્યો છે.

ફેન્સને સરપ્રાઈઝ
સોશિયલ મીડિયા પર મળી રહેલ રિએક્શન સ્પષ્ટ છે કે સલમાન ખાનના આ સરપ્રાઈઝથી ફેન્સ ઘણા ઉત્સાહિત અને ખુશ છે.