• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સોનૂ નિગમને ધમકાવતાં અંડરવર્લ્ડ ડૉન છોટા શકીલના સાગરીતો

|

મુંબઈ, 3 ઑક્ટોબર : પુનઃ એક વાર અંડરવર્લ્ડના નિશાને બૉલીવુડના દિગ્ગજો છે. જાણવા મળે છે કે બૉલીવુડના લોકપ્રિય ગાયક સોનૂ નિગમને અંડરવર્લ્ડ ડૉન છોટા શકીલ તરફથી ફોન ઉપર ધમકી આપવામાં આવી રહી છે. આ અંગે સોનૂએ મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સોનૂ નિગમે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેમને છોટા શકીલના સાગરીતો ફોન તેમજ એસએમએસ દ્વારા ધમકાવી રહ્યાં છે અને એક ખાસ ઇવેંટ મૅનેજમેંટ કમ્પની સાથે એગ્રીમેંટ સાઇન કરવા માટે દબાણ આપી રહ્યાં છે. જો સોનૂ નિગમ તેમની વાત ન માને, તો તેમને બદનામ કરવાની ધમકી આપવામાં આવી રહી છે અને જણાવાઈ રહ્યું છે કે તેનો અંજામ બહુ ખરાબ રહેશે.

સોનૂ નિગમનો વર્ષ 2014માં વર્લ્ડ ટૂર છે અને તે હેઠળ તેઓ જુદા-જુદા દેશોમાં 12 સ્ટેજ શો યોજવાના છે. તે માટે સોનૂએ એક ઇવેંટ મૅનેજમેંટ કમ્પની સાથે કરાર કરેલો છે, પણ છોટા શકીલ તરફથી કહેવાઈ રહ્યું છે કે સોનૂ નિગમ આ કમ્પની છોડી તેમની જણાવેલી કમ્પની સાથે કરાર કરે. હાલ સોનૂ નિગમ મુંબઈથી બહાર છે. તેથી તેમણે મૌખિક રીતે પોતાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. એફઆરઆઈ તો નથી થઈ શકી.

આ અગાઉ રાજકુમાર સંતોષી, બોની કપૂર તથા કરણ જૌહર જેવા બૉલીવુડ દિગ્ગજોને પણ અંડરવર્લ્ડ તરફથી ધમકીઓ મળી હતી. તેઓએ પણ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે સૌને ખાસ સલામતી પૂરી પાડી હતી.

English summary
Bollywood Famous Singer Sonu Nigam gets threat calls from underworld. He told the police that the Dawood Ibrahim gang member made several threat calls asking him to change the event management company that will handle his 2014 world tour.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X