BMCએ સોનુ સૂદને ગણાવ્યા નિયમો તોડનાર, શરદ પવારને મળવા પહોંચ્યા અભિનેતા
Sonu Sood meets Sharad Pawar: BMCએ નોટિસ મળ્યા બાદ ફિલ્મ અભિનેતા સોનુ સૂદે એનસીપી ચીફ શરદ પવાર સાથે આજે મુલાકાત કરી. વાસ્તવમાં ગેરકાયદે નિર્માણ માટે બીએમસીએ સોનુ સૂદને નોટિસ મોકલી છે અને તેમને વારંવાર નિયમો તોડનાર ગણાવ્યા છે. ત્યારબાદ સોનૂ સૂદે બૉમ્બે હાઈકોર્ટમાં આ નોટિસ સામે અરજી દાખલ કરી છે. કોર્ટે સોનૂ સૂદને અંતરિમ રાહત આપી હતી. આજે કોર્ટમાં એક વાર ફરીથી આ કેસમાં સુનાવણી થવાની છે. કોર્ટમાં સુનાવણી પહેલા સોનૂ સૂદે શરદ પવાર સાથે મુલાકાત કરી છે.
તમને જણાવી દઈએ કે બીએમસીએ કોર્ટમાં જે એફિડેવિટ દાખલ કરી છે તેમાં સોનૂ સીદને વારંવાર નિયમ તોડનારા ગણાવ્યા છે. સોનૂ સૂદ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે પોતાના ઘરમાં ગેરકાયદે નિર્માણ કરાવ્યુ. બીએમસીએ આ એફિડેવિટ સોનૂ સૂદની અરજીના જવાબમાં દાખલ કરી છે. બીએમસીએ આરોપ લગાવ્યો છે કે વારંવાર ગેરકાયદે નિર્માણ તોડવા છતાં સોનૂ સૂદ ગેરકાયદે નિર્માણ અટકાવતા નથી અને ઘરમાં ગેરકાયદે રીતે નિર્માણ કાર્ય કરી રહ્યા છે. જો કે કોર્ટે સોનૂને 13 જાન્યુઆરી સુધી અંતરિમ રાહત આપી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે સોનૂ સૂદ કોરોના કાળમાં લોકોની મદદ માટે સૌથી આગળ રહ્યા હતા અને લૉકડાઉનમાં ફસાયેલા લોકોને તેમના ઘરે પહોંચાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. લોકોની મદદ કરવાના કારણે સોનૂ સૂદ મીડિયામાં છવાયેલા રહ્યા અને ચર્ચાનુ કેન્દ્ર બની રહ્યા. ફિલ્મોની વાત કરીએ તો સોનૂ સૂદ હાલમાં પૃથ્વીરાજ, થમિલસરન અને આચાર્ય ફિલ્મ કરી રહ્યા છે. સોનૂ સૂદ અક્ષય કુમાર અને સંજય દત્તની ફિલ્મમાં પૃથ્વીરાજ ફિલ્મમાં મોટા પડદે જોવા મળશે. આ ફિલ્મ યશરાજ પ્રોડક્શનના બેનર હેઠળ બની રહી છે.
જ્હાનવી કપૂરની ફિલ્મના સેટ પર ગયા ખેડૂતો, જાણો શું કહ્યુ