સોનૂ સૂદના કારણે સ્વસ્થ રહેશે ‘હૅપ્પી ન્યુ ઈયર’

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 1 જાન્યુઆરી : પોતાની ડાયેટ અને આરોગ્ય અંગે ખૂબ જાગૃત રહેનાર સોનૂ સૂદ આજકાલ હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મની ટીમને પણ હૅલ્દી રાખવાની કોશિશ કરી રહ્યાં છે. સોનૂના કારણે જ હૅપ્પી ન્યુ ઈયરની આખી ટીમ પોતાની ડાયેટ અંગે બહુ જાગૃત રહે છે. સોનૂએ સેટ ઉપર કોઈને પણ જંક ફૂડ નહીં ખાવાની સલાહ આપી છે.

sonusood
સોનૂ સૂદે તાજેતરમાં જ એક મૅગેઝીનના ઉદ્ઘાટન સમારંભ દરમિયાન જણાવ્યું કે જ્યારે તેઓ શૂટ પર નથી રહેતા, ત્યારે સેટ ઉપર તમામ લોકો આડુ-અવડુ ખાઈને પોતાનું વજન વધારી લે છે. સોનૂએ ઇવેંટ દરમિયાન જણાવ્યું - જ્યારે હું હૅપ્પી ન્યુ ઈયરના શૂટિંગ ઉપર રહેતો, ત્યારે કોઈ પણ જંક ફૂડ નથી ખાઈ શકતો, પણ છેલ્લા દસ દિવસમાં જ્યારે હું સેટ પર નહોતો, આખી ટીમે પોતાનું વજન બેથી ત્રણ કિલો વધારી નાંખ્યું, પરંતુ હવે મેં ફરીથી સેટ ઉપર જઈ ડાયેટિંગ શરૂ કરાવી નાંખી છે.

સોનૂ સૂદ હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ અંગે બહુ એક્સાઇટેડ છે. ફિલ્મમાં તેઓ એક મહત્વનો રોલ ભજવી રહ્યાં છે. સોનૂનું કહેવું છે કે હૅપ્પી ન્યુ ઈયરમાં તેમનો રોલ બહુ મહત્વપૂર્ણ છે અને સાથે જ ફિલ્મમાં તેઓ કંઈક અલગ સ્વરૂપે નજરે પડનાર છે. ફરાહ ખાનની હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે ફરીથી સાથે દેખાવાના છે, તો અભિષેક બચ્ચન અને બોમન ઈરાની પણ છે.

English summary
Sonu Sood is trying to keep Happy New Year teal healthy and fit. Sonu Sood says he never allowed any of Happy New Year Team member to eat junk food. Everyone on set used to have salad to be fit and healthy.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.