સોનુ સુદે કોર્ટથી ના મળી રાહત, અરજી ફગાવાઇ, હવે બીએમસી કરશે ફેંસલો
ગેરકાયદેસર બાંધકામના કેસમાં સોનુ સૂદને BMC નોટિસ મળી હતી ત્યારબાદ અભિનેતાએ બોમ્બે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. પરંતુ સોનુ સૂદને કોર્ટ તરફથી રાહત મળી ન હતી. બોમ્બે હાઈકોર્ટે સોનુ સૂદની અરજી પર સુનાવણી કરતાં કહ્યું કે બોલ હવે બીએમસીની કોર્ટમાં છે. અભિનેતાની અરજી પણ ફગાવી કાઢી હતી.
ચાલો તમને જણાવી દઈએ કે આ કેસ સોનુ સૂદના મકાન શક્તિ સાગર સાથે સંબંધિત છે. બીએમસી દ્વારા તેને ડિમોલિશનની કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે. અદાલતે અભિનેતાની અરજી નામંજૂર કર્યા પછી, સ્પષ્ટ થઈ ગયું છે કે બીએમસી હવે તેની કાર્યવાહી ચાલુ રાખશે. આ સુનાવણી દરમિયાન સોનુ સૂદની સલાહકારે દસ અઠવાડિયાનો સમય પણ માંગ્યો હતો જેને કોર્ટે નકારી દીધો હતો.
બીએમસી દ્વારા ગેરકાયદે બાંધકામના કેસમાં સોનુ સૂદને થોડા સમય અગાઉ નોટિસ મળી હતી. જે બાદ આ નોટિસને કોર્ટમાં પડકારવામાં આવી હતી અને અરજી દાખલ કરવામાં આવી હતી. બીએમસીનો આરોપ છે કે સોનુ સૂદની છ માળની બિલ્ડિંગને જાણી જોઈને બદલીને હોટલમાં ફેરવવામાં આવી હતી.
આ પહેલા બીએમસીએ તેના જવાબમાં સોનુ સૂદને રીઢો ગુનેગાર ગણાવ્યો હતો. તેણે અદાલતને કહ્યું હતું કે અભિનેતા અનેક વાર ગેરકાયદે બાંધકામના કેસમાં કાયદો તોડ્યો છે. બીએમસીનો આરોપ છે કે સોનુ સૂદ આ બિલ્ડિંગમાંથી પૈસા કમાવવા માંગે છે અને તેઓએ તેના માટે ગેરકાયદે બાંધકામ કર્યું છે.
શાર્લિન ચોપરાએ સાજિદ ખાન પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો