For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : સૂરજ ઘરે પહોંચ્યાં, જિયા પણ ખુશ હશે : ઝરીના

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 3 જુલાઈ : સોમવારે જિયા ખાન આત્મહત્યા કેસ હેઠળ ફસાયેલા મુખ્ય આરોપી સૂરજ પંચોલીને હાઈકોર્ટમાંથી જામીન મળી ગયાં. પૂરા 20 દિવસ જેલમાં રહેનાર સૂરજ ત્યાંથી નિકળી સીધો પોતાનાઘરે પહોંચ્યો. આર્થર રોડ જેલમાંથી છૂટતા પુત્રને લેવા માટે માતા ઝરીના વહાબ તેમજ પિતા આદિત્ય પંચોલી પોતે પહોંચ્યા હતાં.

હાઈકોર્ટે સૂરજને જામીન આપતાં માતા-પિતાએ આભાર વ્યક્ત કર્યો છે. આદિત્યે જણાવ્યું કે અંતે સૂરજની બેલ થઈ. તેથી હું હૃદયપૂર્વક ન્યાયાધીશ પ્રત્યે આભાર વ્યક્ત કરુ છું, કારણ કે હવે અમારી આશાઓ તુટવા લાગી હતી. એક ક્ષણ માટે તો અમે પણ અંદરથી ડરવા લાગ્યા હતાં.

ઝરીનાએ જણાવ્યું - મને પૂર્ણ આશા હતી કે સૂરજ ખોટો નથી. મારા પુત્રે ઘણું બધું સહન કરવુ પડ્યું. અમારે પણ આ પરિસ્થિતિમાંથી પસાર થવુ પડ્યું, પરંતુ હવે અમારો ગુમાવેલો આત્મવિશ્વાસ પાછો આવી ગયો છે. ઝરીનાએ જણાવ્યું - માત્ર 21 વર્ષની ઉંમરે સૂરજે ઘણું બધું જોઈ લીધું. આજે જ્યારે તે જેલની બહાર આવી ગયો છે, તો જિયાની આત્મા પણ શાંત થઈ ગઈ હશે, કારણ કે જિયા ખાન પણ જાણે છે કે સૂરજે કંઈ ખોટુ કર્યું નથી. મને જિયા ખાનની આત્મહત્યા અંગે બેહદ દુઃખ છે, પણ તેનો એ મતલબ નથી કે હું રાબિયા ખાનની વાતો પર ભરોસો કરુ છું. જિયા ખાન મારા પુત્રને પ્રેમ કરતી હતી. સૂરજ સાથે થતા બનાવોથી તે ખુશ ન થાત. આ ખૂબ જ વ્યંગ્યાત્મક છે કે જિયાના માતા સૂરજને જેલમાં જોવા માંગતા હતાં. આમ છતા જિયા ડિપ્રેશનની પળોમાં સૂરજને પોતાની સાથે ઇચ્છતી હતી.

હાઈકોર્ટે આપ્યા જામીન

હાઈકોર્ટે આપ્યા જામીન

સૂરજ પંચોલીને હાઈકોર્ટે 50 હજારના મુચરકા ઉપર જામીન આપ્યાં છે. સેશન કોર્ટે બે વાર જામીન અરજી ફગાવી દીધી હતી, પરંતુ હાઈકોર્ટમાંથી સૂરજને બેલ મળી ગઈ.

વીસ દિવસ રહ્યાં જેલમાં

વીસ દિવસ રહ્યાં જેલમાં

સૂરજ પંચોલી વીસ દિવસથી જેલમાં હતાં. હાઈકોર્ટે જણાવ્યું કે સૂરજની ઘણી પૂછપરછ થઈ ચુકી છે. હવે તેમને જેલમાં વધુ સમય રાખવાનો કોઈ મતલબ નથી.

વિદેશ નહીં જઈ શકે

વિદેશ નહીં જઈ શકે

સૂરજ પંચોલી ઘરે તો આવી ગયાં છે, પરંતુ તેમનું પાસપોર્ટ જમા થઈ ચુક્યું છે. તેથી તેઓ ભારત છોડી વિદેશમાં નહીં જઈ શકે.

મીડિયા સાથે વાતચીત નહીં

મીડિયા સાથે વાતચીત નહીં

સૂરજ પંચોલીએ મીડિયા સાથે વાતચીત કરી નહીં. આદિત્ય પંચોલી પહેલા જ કહી ચુક્યા હતાં કે આદિત્ય કોઈ ઇંટરેક્ટ કરશે નહીં.

જિયાને એક માસ

જિયાને એક માસ

જિયા ખાને આત્મહત્યા કર્યે એક માસ થઈ ગયો. ગત 3જી જૂને જિયા ખાને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પહેલા જિયાએ તેમના બૉયફ્રેન્ડ સૂરજ પંચોલી સાથે છેલ્લે વાત કરી હતી. આ સાથે જ સૂરજ આ કેસમાં ફસાયા હતાં.

English summary
Sooraj's parents Aditya Pancholi and Zarina Wahab thank judge, god for his bail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X