અક્ષય કુમાર અને કેટરીના કૈફના રોમેન્ટીક ગીત 'મેરે યારા'નુ ટીઝર રિલીઝ, અરિજીત સિંહનો ધમાકો!
મુંબઈઃ રોહિત શેટ્ટીની સૂર્યવંશીનુ ટ્રેલર જ્યારથી રિલીઝ થયુ છે તેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યુ છે. હાલમાં આ ફિલ્મથી વધુ એક ધમાકો થયો છે. અક્ષય કુમાર અને કેટરીના કૈફ સ્ટારર આ ફિલ્મનુ પહેલુ રોમેન્ટીક ગીત કાલે રિલીઝ થશે. આ ગીતનુ શાનદાર ટીઝર રિલીઝ થયુ છે જે ઘણુ પસંદ કરવામાં આવી રહ્યુ છે. સૂર્યવંશીના આ રોમેન્ટીક ગીત 'મેરે યારા'ના ટીઝરમાં અક્ષય કુમાર અને કેટરીના કૈફ ખૂબ સરસ લાગી રહ્યા છે.
ગીત ખતમ થયા બાદ અક્ષય કુમાર ઘૂંટણિયે બેસી જાય છે અને કેટરીના કૈફને પ્રપોઝ કરે છે. આ ગીતના સિંગર્સની વાત કરીએ તો તેને અરિજીત સિંહ અને નીતિ મોહને ગાયુ છે. અરિજીત સિંહને લઈને જાણીતુ છે કે તે રોમેન્ટીક અને સેડ સોન્ગ શાનદરા રીતે ગાય છે.
આ ગીતના ટીઝરને કેટરીના કૈફ અને અક્ષય કુમાર બંનેએ શેર કર્યુ છે. અક્ષય કુમારે આની સાથે કેપ્શનમાં લખ્યુ છે - 'જ્યારે તેની એક મુસ્કાન તમારા ચહેરા પર મુસ્કાન લાવશે. મેરે યારા સાથે રોમાન્સની મઝા લો. 5 નવેમ્બરના રોજ #Sooryavanshi સાથે BackToCinemas આવો.'
આ ઉપરાંત કેટરીના કૈફે આ ગીતને પોસ્ટ કરીને લખ્યુ છે - 'મેરે યારા ગીત કાલે રિલીઝ થશે. આ ગીતને અરિજીત સિંહ અને નીતિ મોહને ગાયુ છે.' કેટરીના કૈફ આ ટીઝરમાં ખૂબ સુંદર લાગી રહી છે અને તેના માટે ફેન્સ સતત કમેન્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર એક એટીએસ ઑફિસર બનીને સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સુપરસ્ટાર અજય દેવગણ અને રણવીર સિંહ પણ આ ફિલ્મનો હિસ્સો બનશે.
When her one smile makes you smile…let's cherish the romance with #MereYaaraa, song out tomorrow.
— Akshay Kumar (@akshaykumar) October 26, 2021
Come #BackToCinemas with #Sooryavanshi on 5th November. @arijitsingh @neetimohan18 pic.twitter.com/Iv70Q8iE8w