સૌરવ ગાંગુલીની બાયોપીકમાં હ્રિતિક રોશન નિભાવી શકે છે દાદાનો રોલ
હ્રિતિક રોશન ભારતીય સિનેમાના સૌથી લોકપ્રિય અને પ્રતિભાશાળી કલાકારોમાંના એક છે, જેની દુનિયાભરમાં ફેન ફોલોઇંગ છે. સુપર 30 અને વોર જેવી મજબૂત ફિલ્મો સાથે, તેણે ફરી એકવાર સાબિત કરી દીધું કે તે એક સૌથી શક્તિશાળી અભિનેતા છે. તાજેતરમાં જ એક ટોક શોમાં જ્યારે સૌરવ ગાંગુલીને પૂછવામાં આવ્યું હતું કે, "જો તેમની બાયોપિક બને છે, તો તેમનું પાત્ર ભજવનાર કોણ હશે?"
સૌરવ ગાંગુલીએ જવાબ આપ્યો, "હ્રિતિક રોશન, હું તેમને સૌથી વધુ પસંદ કરું છું." એક સમય એવો હતો જ્યારે લોકોને લાગ્યું હતું કે સુપર 30માં આનંદ કુમારની ભૂમિકા માટે હ્રિતિક કાસ્ટ કરવો એ એક ખોટો નિર્ણય હતો કારણ કે પાત્રને ડિ-ગ્લેમ લુકની જરૂર હતી, પરંતુ મુશ્કેલીઓ હોવા છતાં હ્રીતિકે પાત્રને અંદર જ ઉતારી લીધુ હતુ અને વર્ષનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપીને દરેકના હૃદયમાં વિશેષ સ્થાન મેળવ્યું છે.

પોતાના પાત્ર માટે ખુબ મહેનત કરે છે હ્રિતિક
હ્રિતિક દરેક પાત્ર માટે તનતોડ મહેનત માટે જાણીતો છે, જેના માટે દર્શકો તેને ખૂબ પસંદ કરે છે.

સુપર 30
સુપર 30 માં હ્રિતિકના જોરદાર પરફોર્મન્સને ચાહકો અને સેલેબ્સે ખુબ પસંદ કર્યું છે.

વોર
તેમની છેલ્લી ફિલ્મ વોરે પણ બોક્સ ઓફિસ પરના બધા રેકોર્ડ તોડીને સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મનું બિરુદ મેળવ્યું હતું.

શાનદાર પર્ફોર્મન્સ
હ્રિતિક રોશન હંમેશાં તેની અજોડ પાત્રોની પસંદગી દ્વારા તેના અવિશ્વસનીય અભિનયથી દરેકની અપેક્ષાઓ પર ખરો ઉતરે છે.

સફળતાની ખુશી
હ્રિતિક હાલમાં સુપર 30 અને વોરની બેક ટુ બેક સફળતાનો આનંદ લઈ રહ્યો છે જેમાં હ્રીતિક બે સંપૂર્ણપણે વિરૂદ્ધ ભૂમિકામાં જોવા મળ્યો હતો. એટલું જ નહીં, 'વોર' વર્ષ 2019 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે.