તમિલનાડુના પૈતૃક ગામમાં એસપી બાલાસુબ્રમણ્યમના રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર
નવી દિલ્લીઃ સુપ્રસિદ્ધ ભારતીય પાર્શ્વગાયક એસપી બાલા સુબ્રમણ્યમનુ શુક્રવારે કોરોનાના કારણે નિધન થઈ ગયુ. ભારતીય ગાયક, સંગીત નિર્દેશક, ફિલ્મ નિર્માતા, મનમોહક અવાજના ધની, પદ્મભૂષણ તેમજ પદ્મશ્રી એસપી બાલા સુબ્રમણ્યમ કલા જગત માટે અપૂર્ણીય ક્ષતિ છે. શનિવારે પૂરા રાજકીય સમ્માન સાથે તેમના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર તેમના પૈતૃક નિવાસ થિરુવલ્લોર જિલ્લાના થમારિપક્કમ ગામમાં કરવામાં આવ્યા.
તમિલનાડુના મુખ્યમંત્રી કે પલાનીસ્વામીએ પહેલા જ માહિતી આપી હતી કે પ્રસિદ્ધ ગાયક એસપી બાલાસુબ્રમણ્યમના અંતિમ સંસ્કાર પોલિસ સમ્માન સાથે કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યુ કે બાલાસુબ્રમણ્યમે માત્ર તમિલનાડુ નહિ પરંતુ આખા દેશના લોકોનો દિલોમાં એક સ્થાયી જગ્યા બનાવી છે.
બાલાસુબ્રમણ્યમના પાર્થિવ શરીરને ચેન્નઈથી લગભગ 40 કિલોમીટર દૂર તિરુવલ્લુર જિલ્લાા તમરાઈપક્કમ લઈ જવામાં આવ્યુ. તેમનુ પાર્થિવ શરીર જ્યારે લઈ જવામાં આવી રહ્યુ હતુ ત્યારે તિરુવેલ્લુર જિલ્લામાં રસ્તાની બંને બાજુએ લોકો ઉભા હતા અને ફૂલો વરસાવી રહ્યા હતા. ઘણી જગ્યાએ તો શબ વાહનને રોકવુ પડ્યુ જેથી લોકો ગાયકને શ્રદ્ધાંજલિ આપી શકે. કોરોના વાયરસ મહામારીના કારણે પ્રતિબંધો છતાં એસપીબીના આવાસ પર મોટી સંખ્યામાં તેમના પ્રશંસકો પહોચ્યા હતા.
ગુજરાતમાં સ્ટેશનો પર ઑટોમેટિક લગેજ સ્કેનર કરશે સામાનની તપાસ