Pics : સ્પીડ બૉલીવુડમાં રવિવારની હૅડલાઇન્સ
મુંબઈ, 24 ફેબ્રુઆરી : આ અઠવાડિયાના બૉલીવુડના તમામ મોટા સમાચારો આપ અહીં જોઈ શકો છે. અમે આપના માટે લાવ્યાં છીએ સ્પીડ ન્યૂઝ કે જેમાં આપ વાંચી શકશો દરેક સમાચાર સુપર ફાસ્ટ સ્પીડે. સ્પીડ ન્યૂઝ અગાઉ અમે વાત કરીશું સપ્તાહની સૌથી ચર્ચિત ફિલ્મ કાઇ પો છે વિશે. અરે હા, ફિલ્મ જોરદાર છે. આ ફિલ્મ પણ હાલ અન્ય ફિલ્મોને કહી રહી છે કાઇ પો છે.
યુવાનોની લાગણીઓને ઉદ્વેલિત કરનાર અને વર્તમાન કરતાં ઘણી આગળ ભાવી ફિલ્મોને રસ્તો બતાવનાર આ ફિલ્મનું શીર્ષક કાઇ પો છે શબ્દ ગુજરાતમાંથી આવ્યું છે. ગુજરાતમાં પતંગ ઉડાડતી વખતે બીજાનો પેચ કાપતાની સાથે જ કાઇ પો છેનો પોકાર કરાય છે, પરંતુ હકીકતમાં ફિલ્મમાં પતંગ ચગાવવાનો માત્ર એક જ દૃશ્ય છે. કાઇ પો છે આકાશે ઉડતા મુક્ત આત્માઓની વાર્તા છે કે જેમાં ચરિત્રોને એટલી સારી રીતે વણવમાં આવ્યાં છે કે આપ તેમને કાયમ પોતાની સાથે રાખવા માંગશો.
આવો તસવીરો વડે જાણીએ આ સપ્તાહની બૉલીવુડની હૅડલાઇન્સ.

જબર્દસ્ત ફિલ્મની જબર્દસ્ત કમાણી
દક્ષિણના અભિનેતા સિદ્ધાર્થ અભિનીત હાસ્ય અને રૂમાનિયત પર આધારિત તેલુગુ ફિલ્મ જબર્દસ્તે વિશ્વ ભરમાં પ્રદર્શનના દિવસે લગભગ 5.38 કરોડ રુપિયાની કમાણી કરી છે. ફિલ્મ હૈદરાબાદ વિસ્ફોટના બીજા દિવસે શુક્રવારે રિલીઝ થઈ. વેપાર વિશ્લેષક ત્રિનાથે જણાવ્યું કે ફિલ્મે પહેલા જ દિવસે 5.38 કરોડ કમાવ્યાં.

21 એન્ડ ઓવર
હૉલીવુડ ફિલ્મ 21 એન્ડ ઓવર ભારતમાં હવે 8મી માર્ચે રિલીઝ થશે. 1લી માર્ચે તે અમેરિકામાં રિલીઝ થશે. ધ હૅંગ ઓવર ફિલ્મથી ચર્ચિત જોડી જૉન લુકાસ તથા સ્કાટ મૂર દ્વારા લિખિત તેમજ નિર્મિત 21 એન્ડ ઓવર વિશે કહેવાય છે કે તે ભારતીય યુવાનોને ખૂબ પસંદ પડશે. ફિલ્મમાં જેફ ચૅંગના જીવન વિશે વર્ણન છે. તેનું પાત્ર જસ્ટિન ચૉને કર્યું છે. જસ્ટિન ફિલ્મમાં એક જવાબદાર કૉલેજિયન વિદ્યાર્થી બન્યાં છે.

અભિષેકે કહ્યું કાઇ પો છે
કાઇ પો છે ફિલ્મની અપાર સફળતા બાદ અભિષેક કપૂરને યુટીવી તરફથી વધુ એક ફિલ્મનો કૉન્ટ્રૅક્ટ મળી ગયો છે. કાઇ પો છે ફિલ્મની શાનદાર સફળતાએ અભિષેક કપૂરને પણ એમ પોકારવા મજબૂર કર્યાં છે કાઇ પો છે.

જુગલબંદીમાં સંગીત આપશે અમિત
બૉલીવુડ દિગ્દર્શક સમીર શર્માએ પોતાની હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત આધારિત ફિલ્મ જુગલબંદીમાં સંગીત દિગ્દર્શક તરીકે અમિત ત્રિવેદીની પંદગી કરી છે. શર્મા માટે સંગીત ઘરાનાઓ અને વિવિધ રાગોની જટિલ તથા સંભ્રાંત દુનિયાને ફિલ્મના માધ્યમ વડે યુવાવર્ગ સામે મૂકવાનો પડકાર હશે. બે સંગીતકારો ગુરુ-શાગિર્દ તથા વિશુદ્ધ સંગીત પર આધારિત ફિલ્મ જુગલબંદીમાં અમિત ત્રિવેદી સંગીત આપશે. તેમણે દેવ ડી, ઇશકઝાદે, ઇંગ્લિશ વિંગ્લિશ જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. તેઓએ લવ શવ તે ચિકન ખુરાના પણ સંગીત આપ્યું છે.

હિમ્મતવાલામાં સોનાક્ષીનું આયટમ સૉંગ
સોનાક્ષી સિન્હા હિમ્મતવાલા ફિલ્મના આયટમ સૉંગ ગીત થૅંક ગૉડ ઇટ્સ ફ્રાઇડેમાં નૃત્ય કરશે. દિગ્દર્શક સાજિદ ખાને જણાવ્યું કે આ ગીત માટે સોનાક્ષી તેમની પ્રથમ અને છેલ્લી પસંદગી હતાં.

હુમા પહોંચ્યાં મહાકુંભમાં
બૉલીવુડ અભિનેત્રી હુમા કુરૈશી, એક થી ડાયનના કલાકારો અને નિર્માતા એકતા કપૂર સાથે મહાકુંભમાં સ્નાન માટે પહોંચ્યાં. હુમાએ જણાવ્યું કે અમે મહાકુંભમાં સ્નાન કરવા ગયા હતાં. ફિલ્મ એક થી ડાયનનું પ્રમોશન ટુંકમાં જ શરૂ થશે.

કૅંસર અંગે શું બોલ્યાં શિલ્પા
બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનું માનવું છે કે કૅંસરના ફેલાવા માટે લોકોની જીવનશૈલી જવાબદાર છે. 40 વર્ષીય શિલ્પાએ કૅંસર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં કહ્યું કે મને લાગે છે કે કૅંસર એક સામાન્ય બીમારી બની ગઈ છે. અગાઉ આપણે થાઇરૉઇડ તથા ડાયબિટીસ અંગે સાંભળતા હતાં, પરંતુ દુર્ભાગ્યે હવે દર બીજી વ્યક્તિ કૅંસરથી પીડાય છે.

ચાર સાહેબઝાદેનું પોસ્ટર લૉન્ચ
દિગ્દર્શક હૅરી બાવેજાએ પોતાની પંજાબી 3ડી એનિમેશન ફિલ્મ ચાર સાહેબઝાદેનું પ્રથમ પોસ્ટર લૉન્ચ કર્યું. ગુરુ ગોવિંદ સિંહ પર નિર્મિત ફિલ્મને હૅરી આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં પણ પ્રદર્શિત કરશે. હૅરીએ જણાવ્યું - સિનેમાના ઇતિહાસમાં પ્રથમ વાર આ વિષય ઉપર ફિલ્મ બની રહી છે.

80ના દશકાના પોશાકમાં દેખાયાં સોનાક્ષી
હિમ્મતવાલા ફિલ્મના એક ગીતમાં અભિનેત્રી સોનાક્ષી સિન્હા 80ના દશકામાં આવેલ ડિસ્કો ગીતામાં પહેરાતી પોશાકમાં નજરે પડ્યાં. સોનાક્ષીએ જણાવ્યું કે આ ગીતમાં તેમને શાનની પરવીન બૉબીની જેમ દર્શાવાયાં છે. શું તેઓ રીના રૉય જેવા દેખાય છે? આ પ્રશ્નના જવાબમાં સાજિદે જણાવ્યું કે રના સોનાક્ષી જેવાં લાગે છે. અમે ગીત માટે બે પોશાકો પસંદ કરી છે. તેમાંથી એક શાનની પરવીન બૉબી જેવી છે અને બીજી શ્રીદેવીએ ચાલબાઝમાં પહેરેલી પોશાક જેવી છે.

દિયા ઔર બાતી હમના 400 એપિસોડ
ટેલીવિઝન સીરિયલ દિયા ઔર બાતીના 400 એપિસોડ પૂરા થઈ ગયાં છે. તેના મુખ્ય કલાકાર દીપિકા સિંહ છે. તેઓ દર્શકોના પ્રેમથી ખુશ છે. દીપિકાએ 400 એપિસોડની ઉજવણી પ્રસંગે જણાવ્યું કે અમે દર્શકોના આભારી છીએ કે જેમણે 400 એપિસોડ જોયાં અને અમારા કામના વખાણ કર્યાં.