For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રવિશંકરના સ્થાને પોતાનો ફોટો જોઈ ચોંકી ઉઠ્યાં શ્રી શ્રી

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 15 ડિસેમ્બર : ગત બુધવારે ભારત સહિત દુનિયા આખીમાં શોકની લહેર દોડી ગઈ હતી. સમાચાર હતાં સિતાર સમ્રાટ શ્રી રવિશંકરનું નિધન. તેમણે 92 વર્ષની વયે ન્યુયૉર્ક ખાતે છેલ્લા શ્વાસ લીધા. તેમના નિધનના સમાચાર અમેરિકામાં પણ ન્યુઝ ચૅનલોમાં હૅડલાઇન્સ બન્યાં, પરંતુ ત્યાંના કેટલાંક મીડિયાકર્મીઓએ રવિશંકરના સ્થાને શ્રી શ્રી રવિશંકરનો ફોટો લગાડી દીધો.

Pandit Ravishankar-Sri Sri Ravishankar

આર્ટ ઑફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરે જ્યારે પોતે પોતાના ફોટા નીચે પોતાના નિધનના સમાચાર જોયાં, તો તેઓ ચોંકી ઉઠ્યાં. તેમણે તરત ટ્વિટ કર્યું કે કેટલીક ન્યુઝ ચૅનલોએ તો મને જ મારી નાંખ્યાં, પરંતુ હું આપને જણાવી દઉં કે હું જીવું છું.

શ્રી શ્રી રવિશંકરના ટ્વિટ પર હોબાળો મચી ગયો. ન્યુઝ ચૅનલોમાં ખળભળાટ મચી ગયો. તેમણે તરત સમાચાર સાથે લાગેલ શ્રી શ્રી રવિશંકરનો ફોટો ખસેડી લીધો. જોકે ત્યાં સુધી ખૂબ મોડુ થઈ ચુક્યુ હતું અને ચૅનલોનો સારો એવો તમાશો બની ચુક્યો હતો. આ વાત કહેવા માટે કાફી છે કે કેટલાંક મીડિયા સંસ્થાઓ આગળ વધવાની સ્પર્ધામાં સમાચારની સત્યતાની તપાસતી નથી.

નોંધનીય છે કે પંડિત રવિશંકરનું ગત બુધવારે અમેરિકામાં અવસાન થયુ હતું, પરંતુ અમેરિકી મીડિયાની કેટલીક ન્યુઝ ચૅનલોએ ભાંગરો વાટતાં પોતે શ્રી શ્રી રવિશંકર ચોંકી ઉઠ્યાં અને તેમણે પોતે જીવતા હોવા અંગે ટ્વિટ કરવું પડ્યું.

English summary
I am Alive not Dead, Pandit Ravishankar passes away said Sri Sri Ravishankar on Twitter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X