ખુશી કપૂરનો Prom Night લૂક, જેની આગળ બોલીવૂડની હિરોઇનો ફેલ

Posted By:
Subscribe to Oneindia News

એક તરફ જ્યાં શ્રીદેવીના નિધન પછી જાહ્નવી કપૂર બોલીવૂડમાં ડેબ્યૂ કરી રહી છે તેના વિષે ચર્ચાઓ થઇ રહી છે. ત્યાં જ શ્રીદેવીની નાની પુત્રી અને જહ્નવીની નાની બેનને હાલમાં તેના કેટલાક ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે. જે બાદ લોકોને બસ બે-ચાર ફોટો જોઇને જ તેના દિવાના કરી દીધા છે. ખુશી કપૂરની આ તસવીરોમાં તે સુપર બ્યૂટીફૂલ લાગે છે. વળી તેના લાંબા પગ અને નમણી કમર સાથે તેના શાર્પ ફેસફિચર તેની સુંદરતાને નિખારી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ખુશી કપૂર તેની પ્રોમ નાઇટ પાર્ટી માટે થઇ હતી. જેની તસવીરો તેણે સોશ્યલ મીડિયા પર મૂકી હતી. તેના આ તસવીરો મૂકવાની સાથે જ બધા જ ખુશી કપૂરની સુંદરતાના ભરપૂર વખાણ કરી રહ્યા છે. નોંધનીય છે કે ખુશી કપૂરના આ પ્રોમ નાઇટ ફોટો સેલિબ્રિટી સ્ટાઇલીસ્ટ તાન્યા ઘાવરીએ તેમના ઇન્ટ્રાગ્રામ એકાઉન્ટ પર મૂક્યા છે.

મોડલિંગનો શોખ

મોડલિંગનો શોખ

જહ્નવી કપૂરના જ્યાં એક્ટિંગના શોખ છે ત્યાં જ તેની નાની બહેન ખુશી કપૂરને મોડલિંગનો શોખ છે. વળી તે છે પણ એટલી સુંદર કે મોડલિંગ હોય કે એક્ટિંગ જ્યાં જશે ત્યાં છવાઇ જશે તેમાં કોઇ શક છે નહીં. હાલ જ 17 વર્ષની ખુશીની આ તસવીરો જોઇને ચોક્કસથી કહી શકાય કે જહ્નવી પછી બહુ જલ્દી જ ખુશી કપૂર પણ બોલીવૂડમાં ડેબ્યૂ ના કરે તો નવાઇ નહીં.

પ્રોમ નાઇટ

પ્રોમ નાઇટ

પ્રોમ નાઇટમાં ભાગ લેવા માટે ખુશી કપૂરે આ ખાસ ઇવનિંગ ગાઉન પહેર્યો હતો તેમ મનાઇ રહ્યું છે. આ બ્લેક, સિલ્વર અને બ્રાઉન કોમ્બિનેશનના ગાઉનમાં ખુશીની સુંદરતા અર્વણીય લાગતી હતી. વળી તેના ડ્રેસમાં જે રીતે સ્ટારની પેટન છે તે રીતે જ તેની સુંદરતા પર પણ આ ડ્રેસ ચાર ચાંદ લગાવતો હતો.

ખુશી કપૂર

ખુશી કપૂર

વળી થોડા સમય પહેલા ખુશી કપૂરનો બિકની લૂક પણ વાયરલ થયો હતો. ખુશી કપૂરને તેની માતા શ્રીદેવીની જેમ જ ફેશન અને સ્ટાલીંગની સારી સમજ છે. વળી તેની સુંદરતા ભલ ભલા લોકોને તેના દિવાના કરી દે અને બોલીવૂડની નવી આવેલી અનેક હિરોઇનોને માત કરવા તેવી છે.

English summary
Sridevi daughter Khushi kapoor latest photo shoot pictures. See here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.