Contro King : રામૂએ સાવિત્રીનું નામ શ્રીદેવી કર્યું અને વિફરી ઉઠી ‘રૂપ કી રાની’!
મુંબઈ, 13 ઑક્ટોબર : રામ ગોપાલ વર્મા હંમેશા બૉલીવુડ સેલિબ્રિટીઓ અંગે કરાયેલ વિવાદાસ્પદ નિવેદનોના પગલે ચર્ચામાં રહે છે. ફરી એક વાર રામૂ ચર્ચામાં છે, કારણ કે તેમણે પોતાની આગામી ફિલ્મનું શીર્ષક શ્રીદેવી રાખ્યું છે. રામ ગોપાલ વર્માની આગામી ફિલ્મનું નામ એમ તો સાવિત્રી હતું, પરંતુ અચાનક રામૂએ સાવિત્રી નામને બદલી શ્રીદેવી કરી નાંખ્યું અને બૉલીવુડની રૂપ કી રાની વિફરી ઉઠી.
બૉલીવુડ અભિનેત્રી શ્રીદેવીએ ફિલ્મના શીર્ષક તરીકે તેમના નામનો ઉપયોગ કરાતા રામૂને કાનૂની નોટિસ ફટકારી દીધી છે. બીજી બાજુ રામ ગોપાલ વર્માએ ફિલ્મનું નામ બદલવાનો ઇનકાર કરતા જણાવ્યું કે તેઓ જ્યારે પંદર વર્ષના હતાં, ત્યારે કૉલેજમાં ભણતી શ્રીદેવી નામની એક છોકરી પ્રત્યે આકર્ષિત હતાં અને તે જ વિષે આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. શ્રીદેવી ફિલ્મમાં એક 15 વર્ષીય છોકરાની વાર્તા છે કે જે 25 વર્ષીય યુવતી સાથે પ્રેમ કરે છે.
શ્રીદેવીએ જણાવ્યું કે રામૂએ આ ફિલ્મનું શીર્ષક બદલવું પડશે, જ્યારે રામૂએ કહ્યું કે તેઓ આમ નહીં કરે, કારણ કે આ ફિલ્મ જ શ્રીદેવી પ્રત્યે તેમના આકર્ષણ પર આધારિત છે. તેથી તેઓ ફિલ્મનું નામ નહીં બદલે. જોકે અગાઉ આ ફિલ્મનું નામ સાવિત્રી હતું.
શ્રીદેવીએ જ્યારે રામ ગોપાલ વર્માને કાનૂની નોટિસ મોકલી, ત્યારે જવાબમાં રામૂએ જણાવ્યું - ફિલ્મ શ્રીદેવી પર આધારિત છે. છેલ્લા પાંચ વર્ષોમાં મેં
મીડિયા સામે અનેક વખત આ બાબતનો ખુલીને ઉલ્લેખ કર્યો છે અને બધાએ આ બાબતને હળવાશમાં લીધી. હું શ્રીદેવીના આ પગલાથી આઘાત પામ્યો છું, પણ હું ફિલ્મનું નામ નહીં બદલું.
ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

શ્રીદેવીની નોટિસ
રામ ગોપાલ વર્માએ પોતાની આગામી તેલુગુ ફિલ્મ સાવિત્રીનું નામ બદલી શ્રીદેવી કરતાં બૉલીવુડ અભિનેત્રી શ્રીદેવી વિફરી ઉઠ્યા છે. શ્રીદેવીએ રામૂને આ બાબતે કાનૂની નોટિસ પાઠવી પોતાના નામનો ટાઇટલ તરીકે ઉપયોગ ન કરવા ચેતવણી આપી છે.

રામૂનો ઇનકાર
બીજી બાજુ રામ ગોપાલ વર્માનું કહેવું છે કે શ્રીદેવી ફિલ્મ તેમના કૉલેજકાળની સ્ટોરી છે. તેઓ 15 વર્ષના હતા, ત્યારે તેમના કૉલેજની એક 25 વર્ષીય શ્રીદેવી નામની યુવતી પ્રત્યે આકર્ષાયા હતાં. એટલે શ્રીદેવી આ ફિલ્મનો મેન આધાર છે અને નામ બદલવામાં નહીં આવે.

સાવિત્રી હતું નામ
અગાઉ આ ફિલ્મનું નામ સાવિત્રી હતું, પરંતુ અચાનક રામૂએ નામ બદલી શ્રીદેવી કરી નાંખતા વિવાદ ઊભો થયો છે.

પોસ્ટર અંગે પણ વિવાદ
રામૂની આ ફિલ્મના પોસ્ટરને લઈને પણ વિવાદ ઊભા થયા છે કે જેમાં એક તરુણ એક યુવતી તરફ અશ્લીલ નજરે જોઈ રહ્યો છે.

રામૂની સ્પષ્ટતા
રામ ગોપાલ વર્માએ કહ્યુ હતું કે દરેક ટીનેજરની પોતાની સાવિત્રી હોય છે, તે તેની ટીચર, પાડોસણ, બહેન કે બહેનની બહેનપણી હોઈ શકે છે. તેથી આ મુદ્દે આટલો હોબાળો કેમ?