For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇંગ્લિશ-વિંગ્લિશે શ્રીદેવીને બનાવ્યાં જાપાનના લૅડી રજનીકાંત!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 5 સપ્ટેમ્બર : જાપાનમાં અભિનેતા રજનીકાંત બાદ જો કોઈ ફિલ્મી હસ્તીએ લોકપ્રિયતાના ઝંડા ગાડ્યા હોય, તો તે છે અભિનેત્રી શ્રીદેવી. જાપાનમાં તેમની ફિલ્મ ઇંગ્લિશ વિંગ્લિશની ખાસ રિલીઝે તેમને રજનીકાંતની બરાબરીમાં લાવી મૂક્યાં છે. હજી તો ફિલ્મની અધિકૃત રિલીઝ બાકી છે. એક એશિયન મહિલાની અંગ્રેજી ભાષા શીખવાની મશક્કતની વાર્તા આજકાલ જાપાનમાં ચર્ચાએ છે. જાપાની મહિલાઓને આ ફિલ્મ ગમી રહી છે. તેઓ ફિલ્મ રિલીઝ થતા પહેલા શ્રીદેવીને મળવા માંગે છે. જાપાનમાં આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થશે.

rajinikanth-sridevi

ઇંગ્લિશ વિંગ્લિશ ફિલ્મના નિર્માતા આર બાલ્કીએ ટોકિયો ખાતેથી જણાવ્યું - ફિલ્મને અહીં જોરદાર પ્રત્યાઘાત સાંપડી રહ્યાં છે. દરેક જાપાની મહિલા પોતાની જાતને શ્રીદેવી સાથે જોડીને જોઈ રહી છે. આ ફિલ્મ જાપાનીઓને ખૂબ ગમી છે. જેણે પણ આ ફિલ્મ જોઈ, તે પોતાની જાતને ભાષાની સમસ્યા સાથે જોડી શક્યું છે. ગત 1લી સપ્ટેમ્બરે ઇંગ્લિશ વિંગ્લિશ ફિલ્મ ટોકિયોના આઈચી વુમન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાઈ હતી. ડિસેમ્બરમાં ફિલ્મ જાપાન ખાતે રાષ્ટ્રીય કક્ષાએ રિલીઝ થશે.

બાલ્કીએ જણાવ્યું - અમે જાપાનમાં રાષ્ટ્રીય કક્ષાએ ફિલ્મ રિલીઝનું આયોજન કરી રહ્યાં છીએ. જાપાનના ફિલ્મ વિતરકોનું માનવું છે કે રજનીકાંતની ફિલ્મ બાદ આ પ્રથમ ભારતીય ફિલ્મ છે કે જેની સાથે જાપાની દર્શકો પોતાને આટલુ વધુ જોડી રહ્યાં છે. જાપાનમાં શ્રીદેવી સાથે મુલાકાતની માંગણીઓ જોતા ઇરોઝ ઇંટરનેશનલના માલિક બાલ્કી વર્ષાંતે શ્રીદેવીના જાપાન પ્રવાસનું આયોજન કરી રહ્યાં છે. બાલ્કીએ જણાવ્યું - ફિલ્મના દિગ્દર્શક ગૌરી શિંદે અને શ્રીદેવી જાપાનમાં ખૂબજ લોકપ્રિય થઈ ચુક્યાં છે. શ્રીદેવીએ એક વાર જાપાન આવવું જ પડશે.

English summary
Not since Rajinikanth has an Indian actor made the impact that Sridevi has in Japan -- thanks to a preview and festival screening of her comeback film "English Vinglish". What's more, the film has not even been released there as yet!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X