બોલીવુડ એક્ટ્રેસિસ અવાર નવાર બોલ્ડ ફોટોઝના કારણે ચર્ચામાં આવતી હોય છે. પરંતુ હવે સોશ્યલ મીડિયાના જમાનામાં તો સ્ટાર કિડ્સ પણ એટલા જ ફેમ અને પોપ્યૂલર હોય છે. આ ઓછું હોય તેમ બોલીવુડમાં એન્ટ્રી કરતાં પહેલાં જ તેમનો ફેન બેઝ પણ તૈયાર થવા માંડે છે. આજના સ્ટારકિડ્સ જેવા કોઇ પણ ફોટોઝ સોશ્યલ મીડિયા પર એડ કરે કે તુરંત વાયરલ થાય છે. તેમના આવા ફોટોઝ પરથી સરળતાથી કહી શકાય કે નજીકના ભવિષ્યમાં આપણે તેમને પણ ફિલ્મ પડદા પર જોઈ શકીશું. છેલ્લા ઘણા સમયથી શ્રીદેવીની મોટી પુત્રી જ્હાનવી કપૂરની તસવીરો સામે આવી રહી છે, એમાં હવે ખુશી કપૂરની પણ તસવીર વાયરલ થઇ છે. આ ઉપરાંત સુહાના ખાનની પણ બે સુંદર તસવીરો હાલ ઇન્ટરનેટ પર વાયરલ છે. આ સ્ટારકિડ્સના ફોટા સાથે તેમને મળતી લાઇમલાઇટ અંગે વધુ માહિતી મેળવો અહીં...

ખુશી કપૂર
થોડા દિવસ પહેલા જ ખુશી કપૂરે પોતાનો પૂલ સાઇડનો ફોટો સોશ્યલ મીડિયા પર શેર કર્યો હતો. આ તસવીરમાં ખુશી પોતાના મિત્રો સાથે વેકેશન એન્જોય કરતી જોવા મળી રહી છે. તેના આ બોલ્ડ ફોટો પરથી લાગી રહ્યું છે કે, તે પણ જલ્દી જ બોલીવૂડમાં પદાર્પણ કરી શકે છે. ખુશીની આ તસવીરો જે રીતે વાયરલ થઇ રહી છે, એ જોતાં કહી શકાય કે તે પણ જલ્દી જ પોતાની મોટી બહેનની માફક લાઇમલાઇટમાં આવી જશે.

ખુશીનો બિકિની લૂક
16 વર્ષની ખુશીનો અંદાજ સ્ટાઇલિશ સ્ટારકિડ્સને સુટ કરે તેવો છે. હોટ એન્ડ ટોલ ખુશી આ બ્લેક સ્વિમિનિંગ કોસ્ચયુમમાં ચોક્કસ જ જ્હાનવીને ટક્કર આપે એવી સુંદર દેખાઇ રહી છે. ખુશીની આ ફોટો સોશ્યલ મીડિયા પર ખુબ શેર થઈ રહ્યો છે.

સુહાના ખાન
શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન પણ લાઇમલાઇટમાંથી બાકાત નથી. છેલ્લા થોડા સમયથી સુહાનાના પણ કેટલાક ફોટોઝ સામે આવી રહ્યાં છે. થોડા દિવસો પહેલા જ ઇન્સ્ટાગ્રામના suhanakha2 એકાઉન્ટ પર સુહાના ખાનનો પૂલ સાઇડનો એક ફોટો શેર કરવામાં આવ્યો હતો, જે ખુબ વાયરલ થયો હતો. હવે રિસન્ટલી સુહાનાની બીજી એક તસવીર પણ વાયરલ થઇ રહી છે. સુહાનાના પબ્લિક એપિરિયન્સ અને તેની આ વાયરલ થતી તસવીરોને આધારે લોકો અટકળ લગાવી રહ્યાં છે કે તે પણ જલ્દી જ બોલીવૂડમાં ડેબ્યુ કરી શકે છે.

જ્હાનવી કપૂર
શ્રીદેવીની મોટી દિકરી જ્હાનવી કપૂરના તો અનેક ફોટોઝ ઘણા સમયથી સોશ્યલ મીડિયા પર વાયરલ થાય છે. બોલીવૂડમાં ડેબ્યુ માટે થનગનતી જ્હાનવી શાહિદ કપૂરના નાના ભાઇ ઇશાન ખટ્ટર સાથે રિલેશનશિપમાં હોવાની વાતો પણ ઉડતી થઇ હતી. જ્હાનવીના ડેબ્યૂ અંગે શ્રીદેવી પણ નિવેદન આપી ચૂકી છે અને તે આ અંગે અત્યંત ઉત્સાહિત છે. તેની નાની પુત્રી ખુશી મોડલ બનવા માંગે છે એમ શ્રીદેવીએ જણાવ્યું હતું. જો કે, તે મોડલ બનવાની જગ્યાએ સીધું બોલિવૂડમાં પદાર્પણ કરે તો પણ નવાઇ નહીં.