• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સુભાષ ઘઈ ફરી સલમાન સાથે ફિલ્મ બનાવશે

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 28 ઑક્ટોબર : ફિલ્મ નિર્માતા સુભાષ ઘઈએ જણાવ્યું કે તેઓ પોતાની આગામી ફિલ્મ સલમાન ખાન સાથે બનાવવાનાં છે. ઘઈએ પાંચ વરસ અગાઉ સલમાન ખાન સાથે યુવરાજ ફિલ્મ બનાવી હતી.

તેમણે આઈએએનએસ સાથે વાતચીતમાં જણાવ્યું - આગામી ફિલ્મ હું સલમાન ખાન સાથે કરી રહ્યો છું. અમે ફિલ્મ માટે કરાર કરી લીધો છે, પણ સલમાન હાલ અન્ય ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. ટુંકમાં જ અમે અમારી ફિલ્મ શરૂ કરવા વિશે વાત કરીશું. ઘઈએ 1983માં આવેલી પોતાની સુપરહિટ ફિલ્મ હીરોના રાઇટ્સ સલમાનને આપી દીધાં છે. તેમણે જણાવ્યું કે સલમાન ખાન તેમના માટે પરિવારના સભ્યની જેમ છે.

બૉલીવુડને હીરો ઉપરાંત કર્જ, રામ લખન, સૌદાગર તથા ખલનાયક જેવી હિટ ફિલ્મો આપનાર સુભાષ ઘઈએ જણાવ્યું - સલમાન ખાન મારા માટે પોતાના પરિવાર જેવા છે. તેમણે જણાવ્યું કે તેઓ મારી ફિલ્મની રીમેક બનાવવા માંગે છે, તો મેં કહ્યું- ઠીક છે. સલમાને કહ્યું કે ફિલ્મના રાઇટ્સ માટે કેટલા રુપિયા આપવા પડશે, તો મેં કહ્યું - આપ માત્ર ફિલ્મ બનાવો. સલમાન ખાન આ ફિલ્મ આદિત્ય પંચોલાના પુત્ર સૂરજ પંચોલી અને સુનીલ શેટ્ટીના પુત્રી અતિયા શેટ્ટી સાથે બનાવવા માંગે છે.

English summary
After the box office dud "Yuvvraaj", Subhash Ghai is gearing up to team up with Salman Khan after five years and says he will direct the Bollywood superstar again in his next venture.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X