• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કાંચીની ટીમ શૂટિંગ માટે પહોંચી ઉત્તરાખંડ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 17 એપ્રિલ : બૉલીવુડની ટુંકમાં જ આવનાર કાંચી ફિલ્મના દિગ્દર્શક સુભાષ ઘાઈ ફિલ્મના શૂટિંગ માટે 150 કલાકારો અને ટેક્નિકલ સહાયકો સાથે ફૂલોની ઘાટી ઉત્તરાખંડ પહોંચી ગયાં છે.

સુભાષ ઘાઈએ જણાવ્યું - અમે 15 દિવસના શૂટિંગ માટે જઈ રહ્યાં છીએ. ફિલ્મનો 40 ટકા ભાગ તૈયાર થઈ ચુક્યો છે. ફિલ્મમાં બંગાળી અભિનેત્રી મિષ્ટી મુખ્ય ભૂમિકામાં છે કે જેમની સફળતાને લઈને ફિલ્મ નિર્માતા આશ્વસ્ત છે.

સુભાષ ઘાઈએ જણાવ્યું - મિષ્ટી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંના એક છે. તેઓ બહુ સારાં છે. કાંચીમાં લોકો તેમનું પ્રદર્શન જોઈ મારી વાત ઉપર વિશ્વાસ કરશે. મિષ્ટી આ વર્ષની સફળ અભિનેત્રીઓમાંના એક સાબિત થશે.

કાંચી ફિલ્મમાં મિષ્ટી સાથે કાર્તિક તિવારી મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે. તેમણે આ અગાઉ પ્યાર કા પંચનામા તથા આકાશવાણી ફિલ્મોમાં પણ કામ કર્યુ હતું. કાંચીની વાર્તા એક 18 વર્ષીય પહાડી છોકરીની નાટકીય યાત્રાનું વર્ણન કરે છે.

English summary
Subhash Ghai shoots next in Uttarakhand.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X