સુબ્રમણ્યમ સ્વામીએ કર્યો મોટો દાવો કરી કહ્યુ - આ કારણે મુંબઈ પોલિસે સુશાંત કેસમાં ન નોંધી FIR
બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં મુંબઈ પોલિસ છેલ્લા દોઢ મહિનાથી તપાસ કરી રહી છે પરંતુ પોલિસના હાથ હજુ ખાલી છે. ત્યારબાદ સુશાંતના પિતા કે કે સિંહે પટનામાં એફઆઈઆર નોંધાવી છે ત્યારબાદ બિહાર પોલિસની ટીમ મુંબઈમાં તપાસ કરી રહી છે. બિહાર પોલિસની તપાસમાં ઘણા ખુલાસા થયા છે. આ દરમિયાન ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટર પર જણાવ્યુ છે કે છેવટે કેમ મુંબઈ પોલિસે આ કેસમાં અત્યાર સુધી એફઆઈઆર નથી નોંધી.

કેમ ન નોંધી FIR?
સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને જણાવ્યુ કે મુંબઈ પોલિસે સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં હજુ સુધી એફઆઈઆર એટલા માટે નોંધી નથી કારણકે ડૉક્ટર હજુ પણ ફૉરેન્સિક વિભાગમાંથી વિસરા રિપોર્ટ આવવાની રાહ જોઈ રહ્યા છે. તેમણે એ પણ કહ્યુ કે રિપોર્ટને પુષ્ટિ માટે હજુ સુધી ડૉક્ટરોને સોંપવામાં આવ્યો નથી. સુબ્રમણ્યમ સ્વામએ કહ્યુ કે સુશાંતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ 'અનંતિમ' કહેવામાં આવ્યો છે કારણકે ફૉરેન્સિક વિભાગથી હજુ સુધી સ્પષ્ટીકરણ આવ્યુ નથી.
|
પોસ્ટમોર્ટમ રિપોર્ટ 'અનંતિમ' છે
તેમણે પોતાના ટ્વિટમાં કહ્યુ, 'સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુંબઈ પોલિસે એફઆઈઆર કેમ નથી નોંધી? કેમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર અનંતિમ લખવામાં આવ્યુ છે? બંને પાછળનુ કારણ એક જ છે - હોસ્પિટલના ડૉક્ટર હજુ પણ સુશાંતના વિસરા રિપોર્ટના ફૉરેન્સિક ડિપાર્ટમેન્ટમાં આવવાની રાહ જોઈ રહ્યા છે જેથી એ જાણી શકાય કે ક્યાંક તેમને ઝેર તો આપવામાં નહોતુ આવ્યુ. સુશાંતના નખના સેમ્પલ પણ મોકલવામાં આવ્યા હતા.' તમને જણાવી દઈએ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ સામે આવ્યુ કે સુશાંતનુ મોત દમ ઘૂટવાથી થયુ છે. માટે અનંતિમ રિપોર્ટ વિશે કરવામાં આવેલો આ દાવો ઘણો મહત્વપૂર્ણ છે.

26 કારણોનુ લિસ્ટ શેર કર્યુ
આ પહેલા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટર પર 26 કારણોનુ એક લિસ્ટ શેર કર્યુ હતુ. સાથે જ તેમણે કહ્યુ હતુ કે તેમને એવુ લાગે છે કે સુશાંતે આત્મહત્યા નથી કરી પરંતુ તેમની હત્યા કરવામાં આવી છે. સુબ્રમણ્યમ સ્વામીએ જે લિસ્ટ શેર કર્યુ હતુ તેમાં પોઈન્ટના હિસાબથી આત્મહત્યા અને હત્યાની થિયરી જણાવવામાં આવી છે. આ લિસ્ટ અનુસાર જો સુશાંત સોશિયલ મીડિયાનો ઉપયોગ નહોતા કરતા અને ડિપ્રેશનમાં હતા, તો પણ એવુ બની શકે કે તેમની હત્યા કરવામાં આવી હોય. આની પાછળનુ કારણ સ્થાન, તેમના ગળા પર મળેલુ નિશાન, કપડાનો ઉપયોગ, શરીર પર મળેલા નિશાન, રૂમની ડુપ્લીકેટ ચાવી ગાયબ થવી, તેમની મેનેજર દિશાની આત્મહત્યા, સિમ કાર્ડ બદલવુ, આર્થિક મુશ્કેલી ન હોવી, નોકરોનુ વારંવાર નિવેદન બદલવુ વગેરે જણાવવામાં આવ્યુ છે.
સુશાંત સિંહની છેલ્લી ફિલ્મમાં કામ કરનાર એક્ટર્સના નિવેદન નોંધશે બિહાર પોલિસ