Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પૂલમાં વીતાવ્યો શનાયા કપૂર, સુહાના ખાન, અનન્યા પાંડેએ મહિલા દિવસ, શેર કર્યો મસ્તીભર્યો વીડિયો

અનન્યા, શનાયા અને સુહાનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર મસ્તીના ફોટા અને વીડિયો શેર કર્યા.

મુંબઈઃ બૉલિવુડમાં નવી પેઢીની ફોજ આવી ચૂકી છે અને આ નવા સ્ટાર્સ સોશિયલ મીડિયા પર અત્યારથી પોતાની શાનદાર ફેન ફોલોઈંગ બનાવી ચૂક્યા છે. આમાંથી ત્રણ સ્ટાર્સની તિકડી ઘણી લોકપ્રિય છે. વાત થઈ રહી છે સુહાના ખાન, શનાયા કપૂર અને અનન્યા પાંડેની જે આજના જમાનાની મહિલાઓ છે અને તેમણે પોતાનો મહિલા દિવસ સરસ રીતે મનાવ્યો. અનન્યા, શનાયા અને સુહાનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર મસ્તીના ફોટા અને વીડિયો શેર કર્યા. સહેલીઓની ત્રિપુટી એક સાથે પૂલમાં મસ્તી કરવા પહોંચી.

પાણીની અંદર મસ્તી

પાણીની અંદર મસ્તી

જ્યાં ત્રણેએ પૂલથી પોતાના ફોટા શેર કર્યા ત્યાં એક વીડિયો પર શેર કર્યો જ્યાં તે પાણીની અંદર મસ્તી કરતી દેખાઈ રહી છે. અનન્યા, શનાયા અને સુહાનાની દોસ્તીને ફેન્સ ખૂબ જ પસંદ કરે છે અને ત્રણે ઘણી વાર પોતાનો સમય સાથે પસાર કરતા દેખાય છે.

શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન

શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન

શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન ઘણી વાર સમાચારોમાં છવાયેલી રહે છે. સુહાના ખાનને ઈન્સ્ટાગ્રામ પર 2.4 મિલિયન લોકો ફોલો કરે છે. તેનો જન્મ 22 મે, 2000ના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં થયો હતો. શાહરુખના ત્રણે બાળકોમાં સુહાના સૌથી શાંત સ્વભાવની માનવામાં આવે છે. તે ખુદને પોતાની માનો પડછાયો માને છે જ્યારે લોકો સુહાનાને શાહરુખ ખાનની કાર્બન કૉપી કહે છે. આ ફોટો સુહાનાનો સૌથી પહેલો વાયરલ ફોટો હતો.

ડેબ્યુની તૈયારી

ડેબ્યુની તૈયારી

કામની વાત કરીએ તો સુહાના ખાન છેવટે પોતાની ફિલ્મ ડેબ્યુ કરવા જઈ રહી છે. ઝોયા અખ્તર સાથે. ઝોયા અખ્તર એક સ્ક્રિપ્ટ પર કામ કરી રહી છે જે જાણીતી ઈન્ટરનેશનલ કૉમિક્સ આર્ચી કૉમિક્સનુ ફિલ્મ વર્ઝન હશે અને ફિલ્મમાં ત્રણ સ્ટારકિડ્ઝ હશે - સુહાના ખાન, જ્હાનવી કપૂરની બહેન ખુશી કપૂર અને અમિતાભ બચ્ચનની દોહિત્રી અગત્સ્ય નંદા. આ ફિલ્મ ટિપિકલ હાઈસ્કૂલ ડ્રામા હશે જે દોસ્તોના એક ગ્રુપની કહાની હશે, બરાબર આર્ચી કૉમિક્સની જેમ.

સૌથી નાની કપૂર સિસ્ટર શનાયા

સૌથી નાની કપૂર સિસ્ટર શનાયા

આ છે સૌથી નાની કપૂર સિસ્ટર શનાયા કપૂર. શનાયા આમ તો બૉલિવુડમાં પોતાની એન્ટ્રી કરી ચૂકી છે. મોટી બહેન જ્હાનવી કપૂરની ફિલ્મ ગુંજન સક્સેના - ધ કારગિલ ગર્લમાં શનાયા કપૂર આસિસટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરતી દેખાઈ. શનાયા કપૂર, અનિલ કપૂરના નાના ભાઈ સંજય કપૂરની દીકરી છે.

બેધડક સાથે ડેબ્યુ

બેધડક સાથે ડેબ્યુ

શનાયા કપૂર, બેધડક સાથે પોતાનુ બૉલિવુડ ડેબ્યુ કરવા જઈ રહી છે. તેની આ ફિલ્મ કરણ જોહરની ધર્મા પ્રોડક્શન્સ પ્રોડ્યુસ કરી રહ્યા છે અને તેને ડાયરેક્ટ કરશે શશાંક ખેતાન. શનાયા, ધર્મા પ્રોડક્શન્સની નવી કંપની ધર્મા કૉર્નરસ્ટોનની ટેલેન્ટ છે. આ કંપની, નવી ટેલેન્ટને શોધીને તેમને લૉન્ચ કરવાનુ કામ કરશે.

અનન્યા પાંડે સૌથી ચર્ચિત અભિનેત્રી

અનન્યા પાંડે સૌથી ચર્ચિત અભિનેત્રી

અનન્યા પાંડે હાલમાં દેશની સૌથી ચર્ચિત યુવા અભિનેત્રીઓમાંની એક છે. અનન્યા પાંડે, ચંકી પાંડેની દીકરી છે અને સુહાના ખાનની બેસ્ટ ફ્રેન્ડ. આ જ કારણે ડેબ્યુ પહેલા જ બધાની નજર અનન્યા પર હતી અને ઘણીવાર સ્ટાર કિડ હોવાના કારણે તેને ટીકાઓનો સામનો કરવો પડે છે.

ગહરાઈયાં પછી મોટી ડીલ

ગહરાઈયાં પછી મોટી ડીલ

2020માં ટાઈમ્સ ઑફ ઈન્ડિયાએ Times Most Desirable Womenની લિસ્ટમાં અનન્યા પાંડેને 31મુ સ્થાન મળ્યુ હતુ પોતાની ઉંમરની અભિનેત્રીઓમાં અનન્યા હાલમાં સારા અલી ખાન અને જ્હાનવી કપૂર પછી ત્રીજા નંબરે આવે છે. જો કે, આવનારા સમયમાં અનન્યાને પોતાની જ દોસ્ત સુહાના ખાન અને શનાયા કપૂરથી ટક્કર મળશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X