
સુહાના ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા આ બે ફોટા અને બધાને આપી દીધી વૉર્નિંગ
મુંબઈઃ સુહાના ખાને નવા વર્ષના સ્વાગતની તૈયારીઓ પૂરી કરી લીધી છે અને બધાને વૉર્નિંગ પણ આપી દીધી છે કે કોઈ પણ તેને ડિસ્ટર્બ ના કરે. આ બંને ફોટામાં સુહાના ખાને પોતાના ચહેરાનો ક્લોઝ અપ શેર કર્યો છે અને તેને જોઈને એવુ લાગે છે કે તે ઠંડીમાં સૂરજની ગરમીની મઝા લઈ રહી છે. સુહાનાના ફોટા પર તેની બેસ્ટ ફ્રેન્ડ અનન્યા પાંડે અને અનન્યા પાંડેની મા ભાવના પાંડેએ પણ કમેન્ટ કરી છે. વળી, શનાયા કપૂર અને તેની મમ્મી મહીપ કપૂર, ખુશી કપૂર, સીમા ખાને પણ સુહાનાના આ ફોટાની ઘણી પ્રશંસા કરી.

સુહાના ખાને શેર કર્યો આ ફોટો
ઉલ્લેખનીય છે કે 2021 સુહાના ખાન માટે મુશ્કેલીભર્યુ રહ્યુ. તેના ભાઈ આર્યન ખાને ઘણો સમય જેલમાં પસાર કરવો પડ્યો અને સુહાના ખાન આ મુશ્કેલ સમયમાં પોતાના પરિવારથી દૂર હતી. સુહાના ન્યૂયૉર્કમાં પોતાનો અભ્યાસ પૂરો કરી રહી હતી અને તે ઘરે આવી શકી નહોતી. આ દરમિયાન સુહાનાની તબિયત ખરાબ થવાના પણ સમાચાર હતા.

દૂરથી આપ્યો હતો પરિવારનો સાથ
દૂર રહીને પણ સુહાના ખાને પોતાના પરિવારનો સાથ ન છોડ્યો. સોશિયલ મીડિયા પર તે પોતાની ઉપસ્થિતિ મજબૂતીથી નોંધાવતી રહી. ભલે આર્યન માટે લખવામાં આવેલ ઋતિક રોશનની પોસ્ટ પર સંમતિભરી કમેન્ટ હોય કે પછી મા ગૌરી ખાનના જન્મદિવસ પર તેમના માટે હિંમતથી ભરેલી પોસ્ટ, સુહાના પોતાના પરિવાર સાથે ઉભેલી દેખાઈ. આર્યનના ઘરે પાછા આવ્યા બાદ સુહાનાએ આર્યન સાથેના પણ બાળપણના ફોટા શેર કર્યા.

ટ્રોલ થઈ સુહાના
આર્યન ખાનની ધરપકડ બાદ સુહાના અને આર્યનના સાથે પાર્ટી કરતા જૂના ઘણા ફોટા વાયરલ થયા અને પાર્ટી કરવા માટે સુહાનાને ટ્રોલ કરવામાં આવી. આમ પણ સુહાનાની દરેક નાની-મોટી ગતિવિધિ પર નજર રાખવામાં આવે છે અને તેને ટાર્ગેટ કરવામાં આવે છે. ક્યારેક તેની લાઈફ સ્ટાઈલ પર તો ક્યારેક પહેરવેષ પર અને ક્યારેક તો શાહરુખ ખાનની દીકરી હોવા પર. સુહાના ખાનને પોતાના આ ફોટા માટે પણ ઘણી ખરી-ખોટી સાંભળવી પડી હતી.

પાવરનો કરે છે યોગ્ય ઉપયોગ
સુહાના ખાન જ્યારથી લાઈમલાઈટમાં આવી ત્યારથી તેને શાહરુખ ખાનની દીકરી હોવાની કિંમત ચૂકવવી પડી છે. ક્યારકે તે બિકિની પહેરવા માટે ટ્રોલ થાય છે તો ક્યારેક નાના કપડા પહેરવા માટે. ક્યારેક લોકો તેને મુસ્લિમ હોવાના કારણે ઢંગના કપડા પહેરવાની સલાહ આપે છે તો ક્યારેક તેના પર નેપોટીઝમનો ઠપ્પો લાગી જાય છે. પરંતુ હવે સુહાના ખુદના માટે કહેવાતી વાતોના જવાબ પણ પોતાના સોશિયલ મીડિયા દ્વારા આપે છે.

કરી રહી છે ડેબ્યુની તૈયારી
જો કામની વાત કરીએ તો સુહાના ખાનના ડેબ્યુની ઘણી ચર્ચાઓ થઈ રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે ઝોયા અખ્તર એક સ્ક્રિપ્ટ પર કામ કરી રહી છે જે જાણીતા ઈન્ટરનેશનલ કૉમિક્સ આર્ચી કૉમિક્સનુ ફિલ્મ વર્ઝન હશે અને આ ફિલ્મની પરફેક્ટ કાસ્ટિંગની શરુઆત ઝોયા અખ્તરે સુહાના ખાન સાથે કરી છે. સમાચારોની માનીએ તો ફિલ્મમાં સુહાના ખાન સાથે અગત્સ્ય નંદા અને ખુશી કપૂર પણ હશે.

મિસ માર્વેલ માટે આપ્યુ હતુ ઑડિશન?
સમાચારો હતા કે ગયા વર્ષે હૉલિવુડમા મિસ માર્વેલ પર બની રહેલી એક ફિલ્મ માટે સુહાના ખાને કમલા ખાનની ભૂમિકા માટે ઑડિશન આપ્યુ હતુ. જો કે, સુહાના આ ઑડિશન પાસ ન કરી શકી. સુહાનાએ પોતાની કૉલેજમાં પણ The Blue Part of Grey નામની એક શૉર્ટ ફિલ્મ બનાવી હતી જ્યાં તે ખુદ મુખ્ય ભૂમિકામાં દેખાઈ હતી.