
કેમેરો જોતા જ સુહાના ખાને ફેરવી લીધુ મોઢુ, જાણો શું છે કારણ? જુઓ Video
મુંબઈઃ બૉલિવુડના સુપરસ્ટાર શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન હાલમાં સમાચારોમાં છવાયેલી છે. તે બહુ જલ્દી બૉલિવુડમાં ડેબ્યુ કરવાની છે. અભિનેત્રી જ્હાન્વી કપૂરની નાની બહેર ખુશી કપૂર અને મહાનાયક અમિતાભ બચ્ચનની દોહિત્રી અગત્સ્ય નંદા સાથે ફિલ્મ 'ધ આર્ચિઝ'થી મોટા પડદે એક્ટિંગ કરિયરની શરુઆત કરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે સુહાના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ પણ ખૂબ જ મજબૂત છે. પાપારાઝી પણ ઘણીવાર તેને તેમના કેમેરામાં કેદ કરવા માટે તેમનો પીછો કરે છે. તાજેતરમાં તે મુંબઈના અંધેરીમાં જોવા મળી હતી પરંતુ કારમાંથી નીચે ઉતરતાની સાથે જ તેણે પાપારાઝી અને કેમેરા જોઈને પીઠ ફેરવી લીધી હતી. પછી પાપારાઝીના શબ્દો સાંભળ્યા પછી સુહાનાએ જે પ્રતિક્રિયા આપી તે જોવા લાયક હતી.

કેમેરો જોતા જ સુહાનાએ ફેરવી લીધુ મોઢુ
સુહાના ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સુહાના કારમાંથી નીચે ઉતરતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ તેમની કારનો દરવાજો ખોલે છે અને તેને સૂર્યથી બચાવવા માટે છત્રી ખોલે છે. સુહાના પહેલેથી ત્યાં હાજર પાપારાઝી વિરલ ભાયાણી અને અન્ય કેમેરા તરફ નજર કરે છે, તે સ્તબ્ધ થઈ જાય છે અને તેનો ચહેરો બીજી તરફ ફેરવે છે.સુહાના કઈક આવું કરશે તેનો કદાચ કોઈને ખ્યાલ ન હતો. તે પછી સુહાના ત્યાં નૉન-સ્ટૉપ ચાલવા લાગે છે, જે પછી પાપારાઝી તેને કહે છે - રાહ જુઓ સુહાના જી, હવે તમારી ફિલ્મ આવી રહી છે, હવે શું ટેન્શન છે? અને અમારો ચહેરો પણ યાદ રાખો, અમે તમને રોજ મળીશુ.
પાપારાઝીની વાત સાંભળીને સુહાનાએ આપ્યુ આવુ રિએક્શન
પાપારાઝી તેમને પાછા વળીને પોઝ આપવા માટે કહે છે પરંતુ તેમના શબ્દોને અવગણીને સુહાના સ્મિત કરે છે અને બિલ્ડિંગની અંદર ચાલી જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સુહાનાએ આછા ગુલાબી રંગનુ ક્રૉપ ટૉપ અને મેચિંગ પેન્ટ પહેર્યુ હતુ. આ સાથે તેણે ચપ્પલ પહેર્યા હતા અને તેના હાથમાં સફેદ હેન્ડબેગ પણ હતી. તમને જણાવી દઈએ કે તાજેતરમાં સુહાના ખાન તેના મિત્રો ખુશી કપૂર અને અગસ્ત્ય નંદા સાથે ઉટીમાં મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ 'ધ આર્ચીઝ'નુ શૂટિંગ પૂર્ણ કરીને મુંબઈ પરત ફરી હતી. ગયા રવિવારે સુહાના મુંબઈ એરપોર્ટની બહાર નીકળતી જોવા મળી હતી.

'ધ આર્ચીઝ'થી ડેબ્યૂ
સુહાના, ખુશી અને અગસ્ત્ય નંદા ઉટીમાં 'ધ આર્ચીઝ'નુ શૂટિંગ પૂરુ કરીને મુંબઈ પરત ફર્યા છે. ફિલ્મનું ઉટી શિડ્યુલ પૂરુ થઈ ગયુ છે. સુહાના, ખુશી અને અગસ્ત્ય ત્રણેય 'ધ આર્ચીઝ'થી ડેબ્યૂ કરી રહ્યા છે. ફિલ્મના અન્ય કલાકારોમાં વેદાંગ રૈના અને યુવરાજ મેંડા છે. આ ફિલ્મ આર્ચી કોમિક્સના પાત્રો અને વાર્તાઓ પર આધારિત છે.