8 વર્ષના લગ્ન, 1 દીકરો, શું ખરેખર પતિથી અલગ થઈ રહી છે સુનિધિ, જાણો સત્ય
બૉલિવુડનુ મોટુ નામ અને જાણીતી ગાયિકા સુનિધિ ચૌહાણ અત્યારે પોતાના પર્સનલ કારણોસર ચર્ચામાં છે. એવા સમાચાર આવી રહ્યા છે કે લગ્નના આઠ વર્ષ બાદ સુનિધિ ચૌહાણ અને તેના પતિ હિતેશ સોનિક એકબીજાથી અલગ થઈ રહ્યા છે અને એ પણ કહેવામાં આવી રહ્યુ છે કે બંને અમુક સમયથી અલગ રહી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સુનિધિ અને હિતેશને લગ્નથી એક દીકરો તેગ પણ છે જેની ઉંમર 2 વર્ષની છે. જો કે આ સમાચારે જોર પકડતા હિતેશ સોનિકે પોતાની પ્રતિક્રિયા આપી છે અને આ બધા સમાચારોને બકવાસ ગણાવ્યા છે.

શું પતિથી અલગ રહે છે સિંગર સુનિધિ?
હિતેશે કહ્યુ કે અમે બંને સાથે રહી રહ્યા છે એક જ છત નીચે, લૉકડાઉનમાં, હું ઘરમાં કામ કરવાથી લઈને ન્યૂઝપેપર વાંચવામાં વ્યસ્ત છુ, ત્યાં સુધી કે અમે બંને લૉકડાઉનમાં ઘરના કામ પણ વહેંચી લીધા છે. હિતેશે હસતા હસતા કહ્યુ કે કદાચ તે મારા ઘરના કામથી ખુશ નથી એટલા માટે આ સ્ટોરી બની રહી છે કે અમે અલગ થઈ રહ્યા છે પરંતુ સચ્ચાઈ એ છે કે અમારા બંને વચ્ચે બધુ બરાબર છે.

બંને વચ્ચે અમુક સમયથી બરાબર નહોતુ ચાલતુ
તમને જણાવી દઈએ કે એક ચેનલના સમાચાર મુજબ થોડા સમય પહેલા સુનિધિ અને હિતેશ ગોવામાં વેકેશન માટે ગયા હતા. ગોવાથી પાછા આવ્યા બાદ બંને વચ્ચે અનબન શરૂ થઈ ગઈ. જો કે બંને વચ્ચે અમુક સમયથી વસ્તુઓ બરાબર નહોતી અને આના વિશે કોઈએ પણ ન તો દોસ્તોને જણાવ્યુ હતુ અને ના પરિવારવે. પરંતુ જ્યારે બંનેના અલગ થવાના સમાચાર આવવા લાગ્યા તો સુનિધિના પતિએ સફાઈ આપી.

સુનિધિએ બૉબી ખાન સાથે કર્યા હતા પહેલા લગ્ન
તમને જણાવી દઈએ કે ગાયિકા સુનિધિ ચૌહાણે 18 વર્ષની ઉંમરે જ ડાયરેક્ટર-કોરિયોગ્રાફર બૉબી ખાન સાથે લગ્ન કર્યા હતા પરંતુ એક વર્ષની અંદર બંનેના ડિવોર્સ થઈ ગયા ત્યારબાદ સુનિધિએ વર્ષ 2012માં હિતેશ સોનિક સાથે લગ્ન કર્યા. બંનેને એક દીકરો પણ છે જેનુ નામ તેગ છે, જેનો જન્મ 1 જાન્યુઆરી, 2018માં થયો હતો.

સુનિધિએ 3000થી વધુ ગીતો ગાયા છે...
તમને જણાવી દઈએ કે સુનિધઇ ચૌહાણ બૉલિવુડની જાણીતી સિંગર છે. તેણે મરાઠી, કન્નડ, તમિલ, તેલુગુ, બંગાલી, અસમિયા અને ગુજરાતી ફિલ્મોમાં પણ 3000થી વધુ ગીતો ગાયા છે. ચૌહાણે ગાયનની શરૂઆત ચાર વર્ષની વયે કરી હતી. તેને ટીવીના જાણીતા શો મેરી આવાઝ સુનોથી પ્રસિદ્ધિ મળી હતી. પરંતુ તેને લોકપ્રિયતા મસ્ત ફિલ્ના રુકી રુકી સી જિંદગીથી મળી. તેણે કુલ 14 ફિલ્મફેર પુરસ્કારોનમાં નામાંકન અને ત્રણમાં જીત મેળવી છે. તેણે બે સ્ટાર સ્ક્રીન પુરસ્કાર, બે આઈફા પુરસ્કાર અને એક ઝી સિને પુરસ્કાર જીત્યા છે.
આ પણ વાંચોઃ ‘કોરોના વાયરસથી પણ ભયાનક મહામારી ભવિષ્યમાં આવી શકે છે'