ફિલ્મ અભિનેતા અને ભાજપ સાંસદ સની દેઓલ કોરોના પૉઝિટિવ, આરોગ્ય સચિવે આપી માહિતી
નવી દિલ્લીઃ જાણીતા ફિલ્મ અભિનેતા અને ગુરદાસપુરથી ભાજપ સાંસદ સની દેઓલ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. હિમાચલ પ્રદેશના આરોગ્ય સચિવ અમિતાભ અવસ્થીએ મંગળવારે અભિનેતાના કોરોના પૉઝિટીવ હોવાની પુષ્ટિ કરીને કહ્યુ છે કે સની છેલ્લા અમુક દિવસોથી કુલ્લુમાં જ હતા. તેમની હાલમાં જ ખભાની સર્જરી થઈ છે ત્યારબાદથી જ તે પોતાના મિત્ર સાથે હિમાચલમાં સારવાર લઈ રહ્યા હતા.

મંગળવારે થયા કોરોના ગ્રસિત
પીટીઆઈ વાત કરીને અમિતાભ અવસ્થીએ કહ્યુ કે તે હાલમાં પોતાની સર્જરીમાંથી બહાર આવી ચૂક્યા છે અને દોસ્ત સાથે મુંબઈ જવાની યોજના બનાવી રહ્યા હતા પરંતુ મંગળવારે તે કોરોનાથી ગ્રસિત થઈ ગયા. જો કે ચિંતાની વાત નથી, તે રિકવર છે અને આઈસોલેશનમાં છે.

કોરોનાનુ તાંડવ યથાવત, સંક્રમિતોનો આંકડો પહોંચ્યો 9462810
ભારતમાં કોરોના વાયરસનો કહેર ચાલુ જ છે. આરોગ્ય મંત્રાલય તરફથી મંગળવારે (1 ડિસેમ્બર) સવારે જારી થયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 31,118 નવા કેસ મળ્યા છે. જ્યારે 482 લોકોના મોત થઈ ગયા છે. હવે દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 94,62,810 પહોંચી ગયો છે. 482 નવા મોતબાદ કુલ મૃતકોની સંખ્યા 1,37,621 થઈ ગઈ છે. સક્રિય કેસ 4,35,603 છે. 41,985 નવા ડિસ્ચાર્જ કેસ બાદ કુલ રિકવર થયેલા કેસોની સંખ્યા હવે 88,89,585 છે.

હિમાચલ સરકારે જારી કરી ગાઈડલાઈન
કોરોના સામે આખો દેશ જંગ લડી રહ્યો છે અને સૌ વેક્સીનની રાહ જોઈ રહ્યા છે. કોરોના મહામારીના કારણે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે સરકારી કર્મચારીઓને સપ્તાહમાં એક દિવસ વર્ક ફ્રોમ હોમ કરવાનો આદેશ આપ્યો છે. કોરોના ચેઈન તોડવા માટે રાજ્યના સરકારી કર્મચારીઓને 15 ડિસેમ્બર સુધી આ રૂટીનને ફૉલો કરવાનુ રહેશે. વળી, હવે મુખ્યમંત્રીએ લગ્નમાં મહેમાનોની સંખ્યા ઘટાડીને 50 કરવાનુ એલાન કર્યુ છે. માત્ર લગ્ન જ નહિ ધાર્મિક, રાજકીય અને સામાજિક કાર્યક્રમોમાં પણ 50 લોકોને જ જવાની અનુમતિ આપવામાં આવી છે. વળી, રાજ્યના ચાર જિલ્લામાં નાઈટ કર્ફ્યુ પણ લાગેલો છે.
Cyclone Burevi: કેરળ અને તમિલનાડુમાં જારી થયુ રેડ એલર્ટ