• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સની લિયોનના આ Rare Photos, તમે કદાચ જ જોયા હોય!

By Shachi
|

બે દિવસ પહેલાં જ બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનનો બર્થ ડે હતો. તેના પાસ્ટ વિશે સૌ કોઇ જાણે છે, પહેલા સની જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી એમાંથી બોલિવૂડમાં આવવું તેને માટે સરળ નહોતું. પરંતુ સનીએ આ રિસ્ક લીધું અને એમાં કેટલેક અંશે સફળ પણ થઇ. ઘણાએ સનીને આ માટે એપ્રિશિએટ કરી તો ઘણા લોકો આજે પણ તેને ક્રિટિસાઇઝ કરે છે. આ બધા વચ્ચે બોલિવૂડમાં સની લિયોને પોતાની એક અલગ ઓળખાણ બનાવી લીધી છે.

સની લિયોન

સની લિયોન

આજે સીન લિયોનના હોટ એન્ડ બોલ્ડ ફોટોઝ સાથે તેના નાનપણની પણ કેટલીક તસવીરો અમે તમારી સાથે શેર કરીશું. તમને વિશ્વાસ નહીં થાય, કે સની લિયોન ક્યારેક આવી પણ દેખાતી હતી. સની લિયોન બોલિવૂડમાં આવી એ પહેલાની અમુક જ વાતો તમે સાંભળી હશે, અહીં આ અંગે અમે તમને વિગતવાર જાણકારી આપીશું.

શીખ પરિવારમાં જન્મ

શીખ પરિવારમાં જન્મ

જી હા, વિદેશી એક્ટ્રેસ સની લિયોન મૂળથી શીખ છે. તેનો જન્મ સર્નિયા ઓંટારિયો, કેનાડાના એક પંજાબી શીખ પરિવારમાં થયો હતો. 13 મે, 1981ના રોજ જન્મેલ સની હાલ 36 વર્ષની છે.

સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ

સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ

સની લિયોનને પહેલેથી સ્પોર્ટ્સમાં રસ છે. તેને હોકી રમવાનો તથા સ્કેટિંગનો શોખ હતો. સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં તે હંમેશા આગળ રહેતી અને તેના પેરેન્ટ્સ પણ તેને આ બાબતે ખૂબ સપોર્ટ કરતા.

નવું નામ

નવું નામ

સની લિયોનો જન્મ પંજાબી શીખ પરિવારમાં થયો હતો, તો સ્વાભાવિક છે કે આ તેનું સાચું નામ તો નહીં જ હોય. સનીનું સાચું નામ છે કરનજીત કૌર વોહરા. એડલ્ટ ફિલ્મના કરિયરમાં આવ્યા બાદ તેણે પોતાનું નામ બદલીને સની રાખ્યું હતું, જ્યારે લિયોન સરનેમ તેણે પેંટહાઉસ મેગેઝિનના ભૂતપૂર્વ માલિક બૉબ ગુસિયોનના નામ પરથી લીધી છે.

કેન્સર પીડિત હતા પેરેન્ટ્સ

કેન્સર પીડિત હતા પેરેન્ટ્સ

ઘણા ઓછાને ખબર હશે કે, સની લિયોનના માતા-પિતા હવે હયાત નથી. સનીના માતા અને પિતા બંન્નેને કેન્સર હતું અને આ બિમારીએ જ તેમનો ભોગ લીધો. વર્ષ 2008માં તેની માતા અને વર્ષ 2010માં તેના પિતાનું નિધન થયું હતું.

ભાઇ પણ છે ફેમસ

ભાઇ પણ છે ફેમસ

સનીનો એક ભાઇ પણ છે, જેનું નામ છે સનદીપ વોહરા અને તે યૂએસની પોપ્યુલર હોટલમાં શેફ તરીકે કામ કરે છે. ભાઇ-બહેન વચ્ચે ખૂબ પ્રેમ છે, સની ઇન્ડિયામાં અને તેનો ભાઇ યૂએસ હોવા છતાં બંન્ને રેગ્યુલર એકબીજાને મળે છે.

મ્યૂઝિક બેન્ડના મેનેજર છે પતિ

મ્યૂઝિક બેન્ડના મેનેજર છે પતિ

વર્ષ 2011માં સનીએ ડેનિયલ બીબર સાથે લગ્ન કર્યા. ડેનિયલ એક મ્યૂઝિક બેન્ડના મેનેજર છે. The Disparrows નામના રૉક મ્યૂઝિક બેન્ડમાં ડેનિયલ લીડ ગિટારિસ્ટ છે અને તેના મેનેજર પણ છે.

સાસુ-સસરા સાથે સનીના સંબંધો

સાસુ-સસરા સાથે સનીના સંબંધો

ડેનિયલના પેરેન્ટ્સ પણ ન્યૂયોર્કમાં જ રહે છે. સની તેના સાસુ-સસરાને ખૂબ માન આપે છે અને ઘણી વાર તેમની સાથે વેકેશન માણવા યુએસ પહોંચી જાય છે. તે સોશિયલ મીડિયા પર ઘણી વાર પોતાના અને ડેનિયલના પેરેન્ટ્સના ફોટો શેર કરે છે.

મોડેલિંગથી શરૂઆત

મોડેલિંગથી શરૂઆત

એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જતાં પહેલાં સનીએ જર્મન બેકરી તથા ટેક્સ એન્ડ રિટાયરમેન્ટ ફર્મમાં કામ કર્યું છે. તેણે પોતાના કરિયરની શરૂઆત મોડેલિંગથી કરી હતી. વર્ષ 2003માં તેણે વિવિડ એન્ટરટેઇન્મેન્ટ સાથે ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ કરી એડલ્ડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો.

35 એડલ્ટ ફિલ્મો

35 એડલ્ટ ફિલ્મો

સનીએ અનેક એડલ્ટ ફિલ્મોમાં કામ કર્યું છે. લગભગ 35 એડલ્ટ ફિલ્મોમાં તેણે એક્ટ્રેસ તરીકે કામ કર્યું છે અને 25 ફિલ્મો તેણે ડાયરેક્ટ કરી છે.

બોલિવૂડમાં પદાર્પણ

બોલિવૂડમાં પદાર્પણ

સનીએ વર્ષ 2011માં રિયાલિટી બિગ બોસ સિઝન 5માં વાઇલ્ડ કાર્ડ તરીકે એન્ટ્રી લીધી હતી. આ શોથી જ તેને બોલિવૂડના દ્વાર ખુલી ગયા. ડાયરેક્ટર મહેશ ભટ્ટ આ શોના મહેમાન બની આવ્યા હતા અને ત્યારે તેમણે સનીને પોતાની અપકમિંગ ફિલ્મ માટે સિલેક્ટ કરી લીધી હતી.

{promotion-urls}

English summary
See Sunny Leone rare pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X