For Quick Alerts
For Daily Alerts
ભલે એડલ્ટ સ્ટાર છે સન્ની, પણ ટૉપલેસ નહીં થાય, તો ખોટું શું છે?
મુંબઈ, 25 ઑક્ટોબર : સન્ની લિયોન પુનઃ ચર્ચામાં છે. આ વખતે ચર્ચાનું કારણ છે તેમનો ટૉપલેસ ન થવાનો નિર્ણય. સન્નીએ જણાવ્યું છે કે તેઓ પોતાની આવનાર હૉરર ફિલ્મમાં ટપૉલેસ સીન નહીં કરે. સન્નીએ ફિલ્મમાં શૂટ કરાયેલા મોટાબાગના સીન્સ કોઇક આછો દુપટ્ટો ઓઢીને જ કર્યાં છે. જોકે બાદમાં એડિટિંગ દરમિયાન તે દુપટ્ટો અને ટૉપ હટાવી દેવાયો છે, પણ સન્નીએ ન્યુડ થઈ શૂટ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.
સન્નીના આ નિર્ણય અંગે કેટલાંક લોકો તેમની ટીકા કરી રહ્યાં છે કે પોર્ન સ્ટાર થઈ સન્ની લિયોન આમ કેમ કરી રહ્યા છે, પણ કેટલાંકનું માનવું છે કે ભલે સન્ની લિયોન પોર્ન સ્ટાર છે, પણ તેઓ એક યુવતી છે અને તેમને પુરતો અધિકાર છે કે ટૉપલેસ થવું કે ન થવું તે અંગે તેઓ નિર્ણય કરે. જોકે સન્નીએ આ અગાઉ અનેક પોર્ન ફિલ્મો કરી છે, પણ હવે તેઓ એક સ્વચ્છ લાઇફ જીવવા માંગે છે. સન્નીએ પોતાની ભૂતકાળની જિંદગીને બાદ કરવાનો નિર્ણય કર્યો છે.
નોંધનીય છે કે સન્ની લિયોનની આગામી ફિલ્મ રાગિણી એમએમએસ 2 છે કે જે એક હૉરર ફિલ્મ છે. ફિલ્મમાં એક સીન કરવાનુ હતું કે જેમાં તેમને પોતાના બંને હાથે પોતાની બ્રેસ્ટ છુપાવવાની હતી. આ સીન માટે તેમને ટૉપલેસ થવુ જોઇતુ હતું, પણ તેમણે કહ્યું કે તેઓ બિકિની ટૉપ પહેરીને જ આ સીન કરશે. દિગ્દર્શકે તેમને બિકિન ટૉપ આપ્યો અને પછી જ સન્નીએ આ સીન કર્યું.