• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સની લિયોનના ડ્રેસની ઝિપને બંધ કરવામાં 3 લોકોને પડ્યો પરસેવો, Videoમાં જુઓ અભિનેત્રીની હાલત

By Desk
|
Google Oneindia Gujarati News

અભિનેત્રી સની લિયોન સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય છે. છેલ્લા એક વર્ષમાં તેણે પોતાની અંગત જિંદગી સાથે જોડાયેલા ઘણા વીડિયો અને ફોટા પોસ્ટ કર્યા છે. આ વખતે પણ સની લિયોને એક એવો વીડિયો શેર કર્યો છે જેના પર ઝડપથી રિએક્શન મળી રહ્યા છે. સની લિયોનની ઓળખ ફિલ્મ સાથે ટીવી શો સ્પ્લિટ્ઝવિલા માટે પણ બની ગઈ છે. હાલમાં સની લિયોને એક વીડિયો શેર કર્યો છે જ્યાં તે વૉર્ડરૉબ માલફંક્શનનો શિકાર બની ગઈ છે.

3 લોકો મળીને સની લિયોનના ડ્રેસને સંભાળવાની કોશિશ કરી રહ્યા છે

3 લોકો મળીને સની લિયોનના ડ્રેસને સંભાળવાની કોશિશ કરી રહ્યા છે

આ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક નહિ પરંતુ 3 લોકો મળીને સની લિયોનના ડ્રેસને સંભાળવાની કોશિશ કરી રહ્યા છે. આ વીડિયોમાં સની લિયોનના આ ડ્રેસની ઝિપ બંધ કરવા માટે એક સાથે ત્રણ લોકોને પરસેવો પડી ગયો છે. સની લિયોન અહીં લેસ પેટર્નના પીળા રંગના બૉડીકૉન ડ્રેમાં ફીટ થવાની કોશિશ કરી રહી છે.

તાકાત લગાવો, જોરથી બંધ કરો...

તાકાત લગાવો, જોરથી બંધ કરો...

વીડિયોમાં સની લિયોન કહે છે કે તાકાત લગાવો, જોરથી બંધ કરો. ત્યાં હાજર ત્રણ લોકો આના માટે મહેનત કરતા દેખાઈ રહ્યા છે. સની વાત વાતમાં એ સ્વીકારે છે કે તે જાડી થઈ ગઈ છે. વેસ્ટ પર તેની ફેટ વધી ગઈ છે. જેના કારણે તેની ઝિપ બંધ થતી નથી. સની લિયોને આ વીડિયો શેર કરીને લખ્યુ છે કે એક ગાઉનને પરફેક્ટ બતાવવા માટે આખી સેના લાગે છે.

સની લિયોન 40 વર્ષની

સની લિયોન 40 વર્ષની

હાલમાં જ સની લિયોને 13 મેના રોજ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. તેણે પોતાનો 40મો જન્મદિવસ મનાવ્યો છે. સની લિયોન બૉલિવુડમાં પોતાની સ્ટાઈલ અને બોલ્ડનેસ માટે જાણીતી છે. તેના ફોટા લાખોની ગણતરીમાં પસંદ કરવામાં આવે છે.

સની લિયોનની કરોડોની કમાણી

સની લિયોનની કરોડોની કમાણી

મોનોકની, બિકિની અને સાડી દરેક લુકમાં સની લિયોન કમાલની દેખાય છે. તેણે બૉલિવુડમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી લીધી છે અને દર મહિને તો કરોડોની કમાણી કરે છે.

English summary
Sunny Leone share video of her team who try to close her dress zip
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X