નથી માની રહ્યા અક્ષય કુમાર- ઈદ 2020માં સલમાન ખાન સાથે થશે ટક્કર
સુપરસ્ટાર સલમાન ખાન વિશે તો તમને ખબ જ હશે કે તેઓ ઈદમાં ધમાકો કરવા માટે દર વર્ષે તૈયાર રહે છે. આ વર્ષે પણ તેઓ ભારત માટે ચર્ચામાં છે. હવે 2020ની વાત કરીએ તો અક્ષય કુમાર તેમની સાથે સીધો પંગો લેવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશીને લઈ એલાન થયું હતું કે તેઓ આ ફિલ્મને ઈદ 2020ના રોજ રિલીઝ કરશે પરંતુ તે સમયે સલમાન ખાનની કોઈ ફિલ્મનું એલાન થયું નહોતું. બાદમાં સલમાન ખાને સંજય લીલા ભણસાલીની ફિલ્મ સાઈન કરી જેનું નામ ઈંશાલ્લાહ છે અને આ ફિલ્મમાં આલિયા ભટ્ટ તેમની સાથે જોવા મળશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મને ઈદ 2020 માટે લૉક કરવામાં આવી છે.

ઈદ પર થશે ટક્કર
ચોંકાવનાર વાત એ છે કે કરણ જોહર અને રોહિત શેટ્ટીએ પણ પોતાની ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ડેટમાં કોઈ બદલાવ કર્યો નથી. તાજેતરમાં જ કરવામાં આવેલ એક ટ્વીટની વાત કરીએ તો કરણ જોહરે સ્પષ્ટ શબ્દોમાં એલાન કર્યું છે કે ફિલ્મ 2020 ઈદ સુધી રિલીઝ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ફિલ્માં લીડ રોલમાં કેટરીના કેફ જોવા મળશે. કેટરીના કેફ લાંબા સમય બાદ અક્ષય કુમાર સાથે જોવા મળશે. હવે જોવાનું એ રહેશે કે ક્યાંક સલમાન ખાન આ હરકતથી સૂર્યવંશીની ટીમથી નારાજ ન થઈ જાય.

વોન્ટેડ
2009ની ઈદ પર રિલીઝ થયેલ આ ફિલ્મે ધમાકો કરી દીધો હતો અને સલમાન ખાન એક અલગ જ અંદાજમાં સામે આવ્યા હતા.

દબંગ
ઈદ 2010માં દબંગ રિલીઝ થઈ હતી. ફિલ્મ જબરદસ્ત કમાણી કરી હતી.

બૉડીગાર્ડ
ફિલ્મ બૉડીગાર્ડ ઈદ 2011ના રોજ રિલીઝ થઈ હતી, ફિલ્મમાં સલમાન ખાન શાનદાર હતા.

એક થા ટાઈગર
2012 ઈદમાં આવેલ એક થા ટાઈગરે સૌથી વધુ ધમાકો કર્યો હતો.

કિક
2014 ઈદ પર રિલીઝ થયેલ કિકે શાનદાર કમાણી કરી હતી. જેના સીક્વલનો ઈંતેજાર છે.

બજરંગી ભાઈજાન
ફિલ્મ બજરંગી ભાઈજાન 2015માં રિલીઝ થઈ હતી. સલમાન ખાનની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ સાબિત થઈ.

સુલતાન
2016માં આવેલ સુલતાને કેટલાય કીર્તિમાન સ્થાપિત કર્યા હતા. ફિલ્મને અલી અબ્બાસ ઝફરે નિર્દેશિત કરી હતી.
ભારત- સલમાન ખાનની ફિલ્મ સાઉથના આ સુપર સ્ટારની એન્ટ્રી, આવી રીતે કરશે ધમાકો